ગુજરાત/ સૌરાષ્ટ્રમાં આજે પણ માવઠાની આગાહી વચ્ચે પોરબંદર-દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદ ચાલુ

પોરબંદર ઉપરાંત રાણાવાવ, આદિત્યાણા અને રાણારોજીવાડા ગામમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Gujarat
Untitled 26 1 સૌરાષ્ટ્રમાં આજે પણ માવઠાની આગાહી વચ્ચે પોરબંદર-દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદ ચાલુ

સૌરાષ્ટ્રમાં આજે   ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . જે  અંતર્ગત   રાજયના અનેક વિસ્તારોમાં   વરસાદ વરસી રહ્યો  છે . ત્યારે કમોસમી વરસાદની આગાહી વચ્ચે સવારથી પોરબંદર અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અન્ય જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે રાજકોટમાં ગત મધરાતે છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટા પડયા હતા આજે બપોર બાદ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખુ થઈ જશે.

આ  પણ વાંચો:હળવદ / તમારાથી થાય તે કરી લો ! પંચાયતનાં કોમ્પ્યુટર ઓપરેટરનો ગ્રામજનો ઉપર રોફ

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોનીક સરલુલેશનની અસર તળે સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં છેલ્લા બે દિવસથી કમૌસમી વરસાદ વરસી રહ્યો છે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં વરસાદ પડયો હતો રોડ પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. દરમિયાન આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણના ચોખ્ખુ થઇ જશે આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધશે અને પારો ર થી પ ડિગ્રી સુધી નીચો પટકાશે. આવતા સપ્તાહથી કાતીલ ઠંડીનો નવો રાઉન્ડ શરુ થશે. જેમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટે પહોંચી જશે.

આ પણ વાંચો:અમદાવાદ /  ચાંદખેડા પોલીસની દાદાગીરી આવી સામે, બે સગીરને માર્યો ઢોરમાર

આજે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લા ઉ5રાંત કચ્છમાં માવઠાની સંભાવના રહેલી છે. ભાણવડ પંથકમાં સવારથી વરસાદ પડી રહ્યા છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુંસાર આજે બપોર બાદ વાતાવરણ ચોખ્ખુ થઇ જશે અને આવતીકાલથી ઠંડીનું જોશ વધશે આગામી દિવસોમાં તાપમાનનો પારો 3 થી પ ડીગ્રી સુધી પટકાશે. દરમિયાન આવતા સપ્તાહથી કાતીલ ઠંડીનો નવો રાઉન્ડ શરુ થશે.