Not Set/ જુનાગઢમાં ભારે વરસાદનાં કારણે પુલ તૂટ્યો, ઘણા લોકો થયા ઘાયલ

રાજ્યનાં જૂનાગઢ નજીક એક પુલ તૂટવાનાં કારણે ચાર કાર ખાડામાં ખાબકી ગઇ હતી. આ ઘટના રવિવારની છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢનાં માલંકા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદનાં કારણે પુલ તૂટી જવાનું કારણ હોવાનું સામે આવી રહ્યું છે. મળી માહિતી મુજબ કેટલાક લોકો તેમાં ફસાયા […]

Top Stories Gujarat Others
bridge 1 જુનાગઢમાં ભારે વરસાદનાં કારણે પુલ તૂટ્યો, ઘણા લોકો થયા ઘાયલ

રાજ્યનાં જૂનાગઢ નજીક એક પુલ તૂટવાનાં કારણે ચાર કાર ખાડામાં ખાબકી ગઇ હતી. આ ઘટના રવિવારની છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢનાં માલંકા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદનાં કારણે પુલ તૂટી જવાનું કારણ હોવાનું સામે આવી રહ્યું છે. મળી માહિતી મુજબ કેટલાક લોકો તેમાં ફસાયા છે. જો કે, હજી સુધી કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક લોકો અને પોલીસે પુલમાં ફસાયેલા લોકોને બહાર કાઠ્યા હતા અને હોસ્પિટલમાં પહોચાડ્યા હતા.

PULL જુનાગઢમાં ભારે વરસાદનાં કારણે પુલ તૂટ્યો, ઘણા લોકો થયા ઘાયલ

અહી પુલ તૂટી જવાને કારણે 500 મીટર સુધીનાં રસ્તામાં તિરાડો પડી ગઈ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ અહી મુશળધાર વરસાદને કારણે પુલની નીચેની જમીન સરકી ગઈ હતી, જેના કારણે પુલ ધરાશાયી થઇ ગયો. પુલ તૂટીને નદીની વચ્ચે પડી ગયો હતો. આ અકસ્માત થયો તે સમયે કેટલાક વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. જે તેની અડફેટમાં આવી ગયા હતા.

Image result for junagadh bridge

પુલની આજુબાજુનાં ખેતરમાં કામ કરતા લોકોએ પુલ તૂટી પડવાનો અવાજ સાંભળ્યો અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ કેસની માહિતી પોલીસને આપવામાં આવી હતી અને પોલીસ ત્યાં પહોંચી હતી, ત્યારબાદ પોલીસ ઈજાગ્રસ્તોને બહાર નિકાળવામાં મદદ કરી હતી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 જુનાગઢમાં ભારે વરસાદનાં કારણે પુલ તૂટ્યો, ઘણા લોકો થયા ઘાયલ