Not Set/ ઉત્તર ભારતમાં ભારે વરસાદ, આ રાજ્યોમાં પૂરની અપાઇ ચેતવણી

ઉત્તર ભારતમાં તાજેતરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 22 લોકો ગૂમ થયા હોવાના અહેવાલ છે. આ સિવાય દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં પૂરનું જોખમ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યમુના અને તેની નદીઓની જળ સપાટીમાં વધારો થવાને કારણે દિલ્હી, હરિયાણા, […]

India
heavy rainfalll ઉત્તર ભારતમાં ભારે વરસાદ, આ રાજ્યોમાં પૂરની અપાઇ ચેતવણી

ઉત્તર ભારતમાં તાજેતરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 22 લોકો ગૂમ થયા હોવાના અહેવાલ છે. આ સિવાય દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં પૂરનું જોખમ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યમુના અને તેની નદીઓની જળ સપાટીમાં વધારો થવાને કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વળી એવું કહેવામાં આવી રહ્યું છે કે, હથિની કુંડ બૈરાજમાંથી છોડાયેલું પાણી રાજધાની દિલ્હીનાં લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

18himacfhal ઉત્તર ભારતમાં ભારે વરસાદ, આ રાજ્યોમાં પૂરની અપાઇ ચેતવણી

રાજધાની દિલ્હીમાં યમુનાનું જળ સ્તર સતત વધી રહ્યું છે, દિલ્હી યમુનાનાં નિશાન ઉપર પહોંચી ગઈ છે અને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સોમવારે બપોર સુધીમાં યમુનાનું જળસ્તર 207 મીટર સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હથિની કુંડ બૈરાજમાંથી અત્યાર સુધીમાં 8 લાખ 28000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

સંજોગોને ધ્યાનમાં રાખીને હરિયાણાની સેનાને પણ તૈયાર રહેવા જણાવાયુ છે. બીજી તરફ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન અહીં વાદળ ફાટયા બાદ બચાવ કામગીરી ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તરકાશીની મોરી તેહસીલમાં વાદળ ફાટ્યું હતું. આ ઘટના બાદ બચાવ કામગીરી માટે બે હેલિકોપ્ટર મોરીનાં આરાકોટ જવા રવાના થયા છે. આ ઉપરાંત ત્રણ મેડિકલ ટીમો પણ આરાકોટ પહોંચી છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 22 લોકો ગુમ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.