Banaskantha/ બનાસકાંઠા, સુરત,  તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદમાં યલો એલર્ટ

Top Stories Gujarat
Beginners guide to 2024 07 04T190804.210 બનાસકાંઠા, સુરત,  તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat News :  આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી દર્શાવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. તે સિવાય જ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે 7 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. જેમાં વરસાદની શક્યતા છે.

ભારે ઉકળાટનો અનુભવ કર્યા બાદ શહેરજનોને રાત્રે પણ વરસાદી ઠંડક પ્રાપ્ત થઈ નહોતી જ્યારે આજે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સવારથી જ અમદાવાદના આકાશમાં વાદળો બંધાયા છે અને ભારે ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.

7 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં નાની-મોટી રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થશે. ત્યારે જગતના નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળવા જઈ રહ્યા છે તે દિવસે વર્ષોની પરંપરા મુજબ અમી છાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ જગતના નાથને વરસાદ ભીંજવે તેવી શક્યતા છે. કારણ કે, 7 જુલાઈના રોજ હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે