હવામાન ખાતા/ આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. રાજયમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.

Gujarat Others
Untitled 232 આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં  વરસાદી માહોલ જોવા  મળી રહ્યો  છે . જે અંતર્ગત અમુક શહેરો માં  વરસાદી ઝાપટા તો અમુક શહેરો માં  ભારે વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે . જે અંતર્ગત હજુ પણ રાજય માં  આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યાં સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે, બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે.

ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. રાજયમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.

 જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા , વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

દેશભરમાં હાલ ચોમાસું સક્રિય છે. તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્રતટ પર સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે. જોકે હવે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે.જ્યારે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.