Bollywood/ હેમા માલિની ફરી બની નાની, અહાનાએ જુડવા બાળકીઓને આપ્યો જન્મ

બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિની ફરી એકવાર નાની બની ગઈ છે. તેની પુત્રી અહાના દેઓલ વોહરાએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં જુડવા બાળકીઓને જન્મ આપ્યો છે.

Entertainment
a 240 હેમા માલિની ફરી બની નાની, અહાનાએ જુડવા બાળકીઓને આપ્યો જન્મ

બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિની ફરી એકવાર નાની બની ગઈ છે. તેની પુત્રી અહાના દેઓલ વોહરાએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં જુડવા બાળકીઓને જન્મ આપ્યો છે. અહાનાએ ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપતી વખતે બાળકીઓના નામ પણ જણાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકીઓનો જન્મ 26 નવેમ્બરના રોજ થયો હતો. બાળકીઓનું નામ અસ્ત્રિયા અને આદિયા વોહરા રાખવામાં આવ્યું છે. અહાનાને જૂન 2015 માં તેના પહેલા સંતાનને જન્મ આપ્યો હતો. આ પુત્રનું નામ ડેરિયન વોહરા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહાના દેઓલને પણ ડિલિવરી બાદ રજા આપવામાં આવી છે.

Hema Malinis becomes grandmother again

અહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બાળકીઓના જન્મ વિશે માહિતી આપી છે – કેટલાક ચમત્કારો જોડીઓમાં આવે છે. અમને આ વાત જણાવતા ખુબ આનંદ થાય છે કે પરિવારમાં બે પુત્રી આવી છે. અસ્ત્રિયા અને આદિયા.

આપને જણાવી દઈએ કે હેમા માલિનીની મોટી પુત્રી ઇષા દેઓલને પણ બે સંતાન છે. અહાના અને બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું કહેવાય છે. અહાનાના લગ્ન 2 ફેબ્રુઆરી 2014 ના રોજ દિલ્હીના બિઝનેસમેન વેભવ વહોરા સાથે થયા હતા.

અહાનાના બોલિવૂડ કનેક્શન વિશે વાત કરવામાં આવે તો તે અભિનેત્રી તરીકે ક્યારેય પડદા પર આવી નહોતી, પરંતુ 2009 માં તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારિશમાં ભણસાલીને મદદ કરી. અહાના તેની માતા અને બહેનની જેમ એક મહાન કથક ડાન્સર છે અને તે તેમની સાથે સ્ટેજ પર ખૂબ સરસ પર્ફોમન્સ આપે  છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…