OMG!/ આ યુવાને કૂકર સાથે કર્યાં લગ્ન, જણાવ્યા આ 3 કારણો….

સોશિયલ મીડિયામાં ફોટો પર 44 હજારથી પણ વધારે લાઈક્સ આવી ચૂકી છે તો 14 હજારથી વધારે લોકો તેને શેર કરી ચૂક્યા છે. અને આ યુવાનના લગ્નને લઈને યુઝર્સ હવે મજા લઈ રહ્યા છે

Ajab Gajab News
Untitled 50 આ યુવાને કૂકર સાથે કર્યાં લગ્ન, જણાવ્યા આ 3 કારણો....

જ્યારે કોઈ યુવાનને પુછવામાં આવે કે, તું કોની સાથે લગ્ન કરીશ? તો તે જણાવશે કે, સુંદર, સુશીલ કન્યા સાથે લગ્ન કરીશ. પણ દુનિયામાં એવાં પણ માણસો છે કે, જેઓ કાંઈક અજીબોગરીબ હરકતો કરતાં હોય છે. ઈન્ડોનેશિયામાં એક યુવાને રાઈસ કૂકર (ચોખાના કૂકર) સાથે લગ્ન કરી દીધા હતા અને તે પણ રીતરિવાજ મુજબ. જેના ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

ઈન્ડોનેશિયાના Khoirul Anamએ રાઈસ કૂકર સાથે લગ્ન માટેનાં 3 કારણો પણ આપ્યા છે. તેણે જણાવ્યું કે, આ 3 કારણોને લીધે મેં રાઈસ કૂકર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પહેલું કારણ જણાવતાં તેણે કહ્યું કે, રાઈસ કૂકર મારા માટે ખાવાનું બનાવી શકે છે. અને બીજું કારણ જણાવતાં તેણે કહ્યું કે, તે સફેદ છે. અને ત્રીજા કારણમાં જણાવ્યું કે, તે વાત કરી શકતું નથી.

સપ્ટેમ્બર 20ના રોજ આ યુવાને કૂકર સાથે લગ્ન કર્યાં હતા. સોશિયલ મીડિયામાં આ લગ્નના ફોટો ભારે વાઈરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે, યુવાન પોતે તો તૈયાર થયો છે, પણ કૂકરને પણ નવવધૂની જેમ શણગાર કર્યો છે. આ ઉપરાંત તે સહી કરીને કાયદેસરના લગ્ન કરે છે. અને બાદમાં તે નવવધૂને કિસ પણ કરે છે.

સોશિયલ મીડિયામાં ફોટો પર 44 હજારથી પણ વધારે લાઈક્સ આવી ચૂકી છે તો 14 હજારથી વધારે લોકો તેને શેર કરી ચૂક્યા છે. અને આ યુવાનના લગ્નને લઈને યુઝર્સ હવે મજા લઈ રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, હું મારા એર ફ્રાયર સાથે લગ્ન કરવા માગું છું. તો આમ રસોઈના સામાન સાથે લોકોએ પોતાનું મેરેજ લિસ્ટ મુક્યું હતું.