Recipe/ શિયાળામાં ઘરે આ રીતે બનાવો બાજરીનાં ચમચમિયા, નોંધીલો રેસિપી..

બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે

Food Lifestyle
Untitled 14 2 શિયાળામાં ઘરે આ રીતે બનાવો બાજરીનાં ચમચમિયા, નોંધીલો રેસિપી..

શિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. આ વાનગી બાજરીનાલોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે.

બાજરીનાં ચમચમિયા માટે સામગ્રી: 1 કપ બાજરીનો લોટ, 1/2 કપ મેથીના પાન, 1/2 કપ કોથમીર, 1/2 ચમચી જીરું / અજમો, ચપટી હિંગ, 1 ચમચી તેલ, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, 1/2 કપ થોડી ખાટી છાશ, 1/6 ચમચી કૂકિંગ સોડા, જરૂર મુજબ તેલ

Untitled 14 3 શિયાળામાં ઘરે આ રીતે બનાવો બાજરીનાં ચમચમિયા, નોંધીલો રેસિપી..

બાજરીનાં ચમચમિયા બનાવવાની રીત: સૌ પ્રથમ એક વાસણમાં બાજરીના લોટને ચાળીને લો. તેમાં ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી કોથમીર, આદુ – મરચાની પેસ્ટ, હિંગ, સફેદ તલ, હાથથી મશરેલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે તેમાં અડધી વાટકી છાશ ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી લો.

થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને એકદમ જાડું પણ નહીં ને એકદમ પાતરું પણ નહિ તેવું બેટર તૈયાર કરો. તેમાં એક ચમચી હળદર અને કૂકિંગ સોડા નાખી સારી રીતે મિક્સ કરો. અહીંયા તમારું બેટર બનીને તૈયાર છે. હવે ચમચમિયા બનાવવા માટે એક ઉત્તપમ પેન અથવા નોન સ્ટિક પેનમાં થોડું તેલ લઇ બધા ખાનને તેલથી ગ્રીસ કરી લો.

તેલથી ગ્રીસ કરેલા ભાગ પર થોડા તલ સ્પ્રેડ કરી લો. એક ચમચાની મદદથી બેટર લઇ પેનના દરેક ખાનામાં ઉમેરો. ચમચમિયા પુડલા બનાવીએ તેટલા જાડા રહે તે રીતે બેટર ખાનામાં ઉમેરવું. બધા ખાનામાં બેટર ઉમેર્યા પછી સાઈડમાં અને ઉપર થોડું થોડું તેલ ઉમેરો. હવે 2-3 મિનિટ માટે ધીમો ગેસ રાખીને એક બાજુ કૂક થવા દો.