આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટસ મળે છે. અનેક લોકો ખીલ તેમજ કાળા ડાધાને દૂર કરવા માટે બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. ખીલ અને કાળા ડાધાને દૂર કરવા માટે તમે બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હેલ્થ તેમજ સ્કિનને લગતી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે તમે નાભિમાં તેલ નાંખો છો તો સૌથી બેસ્ટ છે. નાભિમાં તેલ નાખવાથી તમારી અનેક સમસ્યાઓ દૂર થાય છે. નાભિ શરીરનું સેન્ટર પોઇન્ટ છે, જે આપણાં શરીરની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું રહે છે. આમ, જો તમે રાત્રે ઊંઘતા પહેલા રોજ રાત્રે નાભિમાં તેલ લગાવો છો તો એક નહીં પરંતુ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો.આ તેલને નાભિમાં લગાવવાથી તમારા ચેહરની સુંદરતામાં વધારો થાય છે. તો ચાલો જાણીએ આ તેલ ક્યારે અને કેવી રીતે લગાવવું….
નાભિમાં તેલ લગાવવાના ફાયદાઃ
આયુર્વેદમાં કોઈ રોગનું ઈલાજ કરવો હોય ત્યારે નાભિમાં તેલ અથવા ઘી લગાવવાનો ઘરેલૂ ઉપયોગ કરતા હોય છે. પરંતુ, તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે નાભિમાં તેલ લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓને દુર કરી શકાય છે. ખરેખર, નાભિ દ્વારા, તેલનો ઉપયોગ કરવાથી કોષો દ્વારા ત્વચા સુધી પહોંચે છે અને પછી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ નાભિમાં કયું તેલ લગાવવું અને તેના ઉપયોગ કરવાથી તમારી સુંદરતામાં શું ફરક પડે છે.
નાભિમાં આ તેલનો ઉપયોગ કરો
સૌથી પહેલા લીમડાના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરો. તેના પછી નાભિમાં લગાવો અને હળવા હાથે મસાજ કરો. આવી જ રીતે રોજ રાત્રે સૂતા પહેલા આ કામ કરો. ત્યારે તમારા ચેહરા પરના ખીલ અને ડાઘા ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે તમારી ત્વચાને પણ સાફ રાખે છે. તેમજ તે ચહેરા પરની લાલ ફોલ્લીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. થોડાક જ અઠવાડિયા પહેલા આ સરળ હેક અજમાવી જુઓ. તે રક્ત પરિભ્રમણને ખુબ ઝડપી બનાવે છે અને તમને ચહેરાની ચમકમાં વધારો જોવા મળશે.
ચેહરાની ચમક વધારવા માટે નાભિમાં તેલ લગાવવાના ફાયદા
વૃદ્ધત્વ ઘટાડવામાં મદદરૂપ
આ ભાગદોળ વાળી લાઈફ્સ્ટાઈલમાં ચેહરાની કાળજી લેવી ઘણી મહત્વની હોય છે. તમે તમારા ચેહરાની ચમક વધારવા માટે નાભિમાં તેલ લગાવવાથી વધતી ઉંમરના લક્ષણોને ઓછો કરવામાં મદદ મળે છે. સાથે તે કરચલીઓ ઘટાડે છે અને દંડ રેખાઓ પણ ઘટાડે છે. તેમજ આ ત્વચા ટોનિંગ સુધારવાનું કામ કરે છે. આ ઉપરાંત, તે ચહેરા પર ચમક પરત કરવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વને અટકાવામાં મદદરૂપ થાય છે.
ઈન્ફેક્શનને ઘટાડે છે
નાભિમાં તેલનો ઉપયોગ કરવાથી ઈન્ફેક્શનના લક્ષણો ઓછા કરવામાં મદદ કરે છે. તે ત્વચાના ચેપને ઘટાડે છે અને બેક્ટેરિયલ અને ફંગલ ચેપ લાગતા બચાવે છે. આ ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને ખુબ ઝડપી બનાવે છે જે ત્વચાને ટોનિંગ તરફ લઈ જાય છે અને તેની રચનામાં સુધારો કરવાની મદદ કરે છે. તેથી ચેહરાની ચમક વધારવા માટે દરરોજ નાભિમાં તેલ લગાવો જોઈએ. જેથી તમારા ચેહરાની સુંદરતામાં વધારો થાય છે. સાથે જ તમારી ત્વચામાં નિખાર અને ચમક આવશે.
આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત
આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ
આ પણ વાંચો : Rajkot/રાજકોટ: દૂધમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગની ઝુંબેશ, 2 દિવસમાં 30 દૂધની ડેરીઓ પર પાડ્યા દરોડા