નિર્ણય/ કોરોનાના કહેરને જોતા CM રુપાણીનો મોટો નિર્ણય, હવેથી વેક્સીન માટે નહી આપવો પડે આ પુરાવો

કોરોનાના કહેરને જોતા સીએમ રુપાણીનો મોટો નિર્ણય, હવેથી વેક્સીન માટે નહી આપવો પડે આ પુરાવો

Top Stories Gujarat Others
vijay rupani. કોરોનાના કહેરને જોતા CM રુપાણીનો મોટો નિર્ણય, હવેથી વેક્સીન માટે નહી આપવો પડે આ પુરાવો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને હાલમાં જ સોમવારે રાજ્યમાં રેકોર્ડ 1600 થી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે, બીજી બાજુ લોકોને કોરોનાની રસી પણ આપવામાં આવી રહી છે, ત્યારે આ રાજ્યમાં વણસી ગયેલી આ સ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક મોટો નિર્ણય કર્યો છે.

કોરોનાની રસીને લઈ મુખ્યમંત્રીએ એક મોટો નિર્ણય કરતા હવે લોકોને રસી માટે કોરોનાની રસી માટે આધારકાર્ડ વગર પણ રસી આપવામાં આવશે.

આ પણ વાંચો : વરાછામાં કન્સ્ટ્રકશન સાઇટ પર દિવાલ ધરાશાયી થતા 2 નાં મોત, અન્ય દટાયેલા હોવાની આશંકા

આ નિર્ણય સાથે જ હવે રાજ્યના 60 થી વધુ વર્ષના લોકો તેમજ 45 વર્ષથી વધુ વયના લોકો કે જેમને ગંભીર બીમારીઓ છે, એવા તમામ વર્ગના લોકો હવે આધારકાર્ડ વગર જ રસી લઈ શકશે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાતમાં કોરોનાની રસી લેવા માટે આધારકાર્ડ જરૂરી હતું. બીજી તરફ ગુજરાતમાં કોરોનાની રસીનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યારસુધીમાં 38 લાખથી વધુ લોકોને આ રસી આપવામાં આવી ચુકી છે. આ મામલે ભારતમાં ગુજરાતનો ક્રમ ચોથો આવે છે, જયારે અંદાજે ૪૩ લાખ જેટલા રસીના ડોઝ સાથે પાડોશી રાજ્ય રાજસ્થાન ભારતમાં મોખરે છે.

આ પણ વાંચો :વરતેજ નજીક તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના મોત

આપને જણાવી દઈએ કે,  ગુજરાતમાં સોમવારે એક જ દિવસમાં 2,32,831 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં સિનીયર સિટીઝનો તેમજ 45થી વધુ વયના ગંભીર બીમારીગ્રસ્ત 2,22,186 લોકોએ વૅક્સિન લીધી છે. દેશમાં કોરોના વૅક્સિનેશન મામલે રાજસ્થાન 42.90 લાખ સાથે સૌથી મોખરે છે. જ્યારે બીજા ક્રમે રહેલા મહારાષ્ટ્રમાં 42.80 લાખ લોકોએ કોરોના વૅક્સિન લીધી છે. 41.30 લાખ વૅક્સિન સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. આજ રીતે ગુજરાત 38,78,186 લોકો કોરોના રસી લઈને ચોથા ક્રમે છે. ગુજરાતમાં હાલ પ્રતિ 10 લાખની વસ્તીએ સરેરાશ 54,800 વ્યક્તિ કોરોના રસી લઈ ચૂક્યા છે.