Not Set/ અયોધ્યા પર નિર્ણય પહેલા દેશભરમાં હાઈ એલર્ટ, આ શહેરોમાં કલમ 144 લાગુ

સુપ્રીમ કોર્ટ આજે (શનિવારે) સવારે 10.30 વાગ્યે અયોધ્યા વિવાદ અંગે પોતાનો ચુકાદો આપશે. જેને લઇને હવે ફક્ત થોડા કલાકો જ બાકી છે. દેશનાં સૌથી મોટા મુકદ્દમાનો નિર્ણય મોટો છે, જેને લઇને આખા દેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કલમ 144 સમગ્ર યુપીમાં લાગુ છે. સમગ્ર અયોધ્યાને […]

Top Stories India
pjimage 12 અયોધ્યા પર નિર્ણય પહેલા દેશભરમાં હાઈ એલર્ટ, આ શહેરોમાં કલમ 144 લાગુ

સુપ્રીમ કોર્ટ આજે (શનિવારે) સવારે 10.30 વાગ્યે અયોધ્યા વિવાદ અંગે પોતાનો ચુકાદો આપશે. જેને લઇને હવે ફક્ત થોડા કલાકો જ બાકી છે. દેશનાં સૌથી મોટા મુકદ્દમાનો નિર્ણય મોટો છે, જેને લઇને આખા દેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કલમ 144 સમગ્ર યુપીમાં લાગુ છે. સમગ્ર અયોધ્યાને છાવણીમાં ફેરવવામાં આવ્યુ છે. યુપી જ નહીં પરંતુ દેશનાં ઘણા રાજ્યો હાઈએલર્ટ પર છે અને ત્યાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ભોપાલમાં કલેકટર તરુણ પીથોડેએ પણ સોશિયલ મીડિયા પર વાંધાજનક, ભડકાઉ, ચોક્કસ સંપ્રદાયોને નિશાન બનાવતા સંદેશા, ફોટોગ્રાફ્સ, વીડિયો પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ પગલા ઉપરાંત વહીવટી તંત્રએ વિશેષ તૈયારી કરી છે, જેમાં રાજ્યમાં સાંપ્રદાયિક સુમેળ જળવાઈ રહે તે માટે આશા વર્કરો, એએનએમ, આંગણવાડી કાર્યકરો અને પટવારીઓ મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

કલમ 144 સમગ્ર ભોપાલમાં લાગુ છે. આ ઉપરાંત બેંગલુરુ પોલીસે સાવચેતીભર્યું પગલું ભરતા શનિવારે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. એક દિવસ માટે દારૂની દુકાનો પણ બંધ રહેશે. બેંગ્લોર પોલીસ કમિશનરનાં 8000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે અહીં કોઈને સૂત્રોચ્ચાર કરવા દેવામાં આવશે નહીં અને આવું કંઇપણ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે.

વળી જમ્મુ કાશ્મીરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શાળાઓ અને કોલેજો બંધ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. બિહારની રાજધાની પટનામાં સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર રવિએ પટના નિવાસીઓને અપીલ કરી છે કે 9 નવેમ્બરના રોજ અયોધ્યા કેસ અંગેના માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયને સૌમ્ય રીતે જુઓ અને શાંતિ જાળવી રાખો. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મેજિસ્ટ્રેટની સાથે જ અનેક સ્થળોએ વધારાની સુરક્ષા સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ દળ ગોઠવવામાં આવશે.

બીજી તરફ, ઉત્તરાખંડ ડીજીએ દરેકને સતર્ક રહેતા શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે લખ્યું, જેમ કે તમે બધા જાણો છો કે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચનો નિર્ણય શનિવારે સવારે આવશે. આપ સૌને અપીલ છે કે કોઈપણ પ્રકારનો સંદેશ મોકલતા પહેલા તમારે તેની સત્યતા ચકાસી લેવી જોઈએ. નહિંતર, તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ ખોટો સંદેશ લાખો લોકોની મુશ્કેલી પેદા કરી શકે છે અને રાજ્યનું વાતાવરણ બગાડી શકે છે. તમે તેના માટે સંપૂર્ણ જવાબદાર રહેશો. ઉત્તરાખંડ પોલીસ સોશિયલ મીડિયા (વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે) પર સંપૂર્ણ નજર રાખી રહી છે. આ હોવા છતાં, જો કોઈ એવું વિચારે છે કે તે પકડાશે નહીં અને ખોટો સંદેશ મોકલશે, તો તે તેની ગેરસમજ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.