Not Set/ અમિત જેઠવા હત્યા કેસમાં દિનું બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપી દોષિત જાહેર

અમિત જેઠવા હત્યા કેસમાં કોર્ટ દ્રારા મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીને કોર્ટ દ્રારા આ મામલે દોષિ જાહેર કરવામા આવ્યા છે. કોર્ટ દ્રારા તમામ આરોપીને સજાનું ફરમાન આવતી 11 તારીખે કરવામા આવશે.  આપને જણાવી દઇએ હત્યા કેસમાં ભારતીય કાયદા અનુસાર ફાંસી કે ઉંમર કેદની સજાનું જોગવાઇ છે. ત્યારે આગામી સમયમાં […]

Top Stories Rajkot Gujarat Others
AMIT JETHAVA અમિત જેઠવા હત્યા કેસમાં દિનું બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપી દોષિત જાહેર

અમિત જેઠવા હત્યા કેસમાં કોર્ટ દ્રારા મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીને કોર્ટ દ્રારા આ મામલે દોષિ જાહેર કરવામા આવ્યા છે. કોર્ટ દ્રારા તમામ આરોપીને સજાનું ફરમાન આવતી 11 તારીખે કરવામા આવશે.  આપને જણાવી દઇએ હત્યા કેસમાં ભારતીય કાયદા અનુસાર ફાંસી કે ઉંમર કેદની સજાનું જોગવાઇ છે. ત્યારે આગામી સમયમાં તમામ આરોપીને કઇ સજા આપવામા આવશે તે માન્ય કોર્ટ 11મી તારીકે જાહેર કરશે

amit jethava અમિત જેઠવા હત્યા કેસમાં દિનું બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપી દોષિત જાહેર

આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્રનાં પત્રકાર અને જાણીતા RTI એક્ટિવીસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટમાંથી બહાર આવ્યા બાદ ગોળી મારી નિર્મમ હત્યા કરવામા આવી હતી. અમિત  જેઠવા હત્યા કેસની સુનાવણીમાં પૂર્વે 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. CBIએ પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 સામે ચાર્જશીટ કરી હતી. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં કોર્ટે રિકોલ કરેલા 27 સાક્ષી બીજીવાર પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. જે કેસમાં સીબીઆઇ જજ કે.એમ.દવેની માનનીય કોર્ટ દ્રારા ચુકાદો આપવામા આવ્યો છે.

DINU અમિત જેઠવા હત્યા કેસમાં દિનું બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપી દોષિત જાહેર

આપને જણાવી દઇએ કે જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું.

gujarat hc અમિત જેઠવા હત્યા કેસમાં દિનું બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપી દોષિત જાહેર
કોસમાં સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.