Not Set/ પંચમહાલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પકડાયો, વાંચો ક્યાંના ધારાસભ્ય રંગેહાથ જુગાર રમતા પકડાયા

  @ મોહસીન દાલ, પંચમહાલ કોરોનાકાળમાં રિસોર્ટમાં સત્તાધારી ભાજપના ધારાસભ્યનો જુગારકાંડ : ભાજપ કેસરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરશે કે ઠાગાઠૈયા કરશે ? ● પંચમહાલના રિસોર્ટમાં ૩ નેપાળી યુવતીઓ ૨૫ સામે કાર્યવાહી   ● પંચમહાલના રિસોર્ટમાં કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાયા   ● ભાજપના ધારાસભ્ય સાથે ૧૮ પુરુષો, ૭ મહિલાઓની અટકાયત   ● ૭ મહિલાઓમાં ત્રણ મહિલાઓ […]

Gujarat
Makar 18 પંચમહાલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પકડાયો, વાંચો ક્યાંના ધારાસભ્ય રંગેહાથ જુગાર રમતા પકડાયા

 

@ મોહસીન દાલ, પંચમહાલ

કોરોનાકાળમાં રિસોર્ટમાં સત્તાધારી ભાજપના ધારાસભ્યનો જુગારકાંડ : ભાજપ કેસરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરશે કે ઠાગાઠૈયા કરશે ?

● પંચમહાલના રિસોર્ટમાં ૩ નેપાળી યુવતીઓ ૨૫ સામે કાર્યવાહી

 

● પંચમહાલના રિસોર્ટમાં કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાયા

 

● ભાજપના ધારાસભ્ય સાથે ૧૮ પુરુષો, ૭ મહિલાઓની અટકાયત

 

● ૭ મહિલાઓમાં ત્રણ મહિલાઓ નેપાળી, ૭ દારૂની બોટલો ઝડપાઈ

 

● પંચમહાલના રિસોર્ટમાં રેડ દરમિયાન મોટી રોકડ પણ પકડાય

 

● શું ગુજરાતમાંથી કોરોના જતો રહ્યો ? : શું ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવાય છે ?

શું ગુજરાતમાં કોરોનાને લઈને પ્રતિબંધો હળવા થયા છે, તેનો મતલબ રાજ્યમાંથી કોવિડ-19ની મહામારી જતી રહી? શું ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેની કોરોનાની મહામારીની ત્રીજી લહેર રોકવાની તથા દારૂબંધીનો પૂર્ણ અમલ કરાવવાની જવાબદારી છે. પરંતુ જો સત્તાધારી ભાજપના જ ધારાસભ્ય કોરોનાના સમયમાં રિસોર્ટમાં જુગાર, દારૂની પાર્ટી કરતા ૭ મહિલાઓ અને ૧૮ પુરુષોમાં સામેલ હોય તો ચોક્કસ ગુજરાતની દારૂબંધી અને કોરોનાની મહામારીને લઈને નેતાઓની ગંભીરતા પર સવાલ ઉભા થાય. જુગાર રમતા રંગેહાથ ઝડપાયેલા ભાજપના ધારાસભ્યનું નામ કેસરીસિંહ સોલંકી છે. તેઓ ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.

પંચમહાલ પોલીસ દ્વારા અસામાજીક પ્રવૃત્તિઓ સામે આક્રમક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાય છે. આ ઝુંબેશ હેઠળ પોલીસે જાંબુઘોડા વન અભયારણ્ય વિસ્તારમાં સમાવેશ પામતા શિવરાજપુર રેન્જના ઝીમીરા રિસોર્ટમાં શરાબ, શબાબ અને કબાબની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં આવેલા ખેડા જિલ્લાના માતરના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ સોલંકી સહીત રૂપલલનાઓ સાથે ૨૫ જેટલા શોખીનોને ઝડપી પાડયા છે. આ મામલો સામે આવ્યા બાદ ગુજરાત ભાજપમાં ખળભળાટ વ્યાપી ગયો છે. એલ.સી.બી.એ ઝડપેલી મહિલાઓમાં ત્રણ નેપાળી છે અને બાકીની સ્થાનિક છે. એલસીબીએ દારૂની ૭ બોટલો પણ કબજે કરી છે. પોલીસે ધારાસભ્ય સહીતના અટકાયત કરાયેલાઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ, રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને કેસિનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિસોર્ટમાં બહારથી યુવતીઓને પણ બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટલે કે જુગાર સાથે શરાબ અને શબાબ, કબાબનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. એલ.સી.બી. દ્વારા બાતમીના આધારે પાડવામાં આવેલી રેડમાં મોટી રોકડ રકમ પણ મળી આવી છે.

મળતી વિગતો પ્રમાણે, વડોદરાના વોર્ડ-૧ના સત્તાધારી ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી અમિત ટેલર રિસોર્ટ સંભાળે છે અને તેઓ એક રિટાયર્ડ જજના પુત્ર છે. પોલીસે આ જુગાર-દારૂ કાંડમાં રિસોર્ટમાં કોના નામે રૂમ બુક હતો, દારૂ ક્યાંથી આવ્યો તે સહીતની તમામ વિગતોની તપાસ શરૂ કરી છે.

મહત્વપૂર્ણ છે કે એક વર્ષ અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સારું ન હતું. તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લવાયા હતા. તે સમયે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુખાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને મતદાન કેન્દ્ર પર એબ્યુલન્સથી લાવીને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવાયું હતું.