હિજાબ વિવાદ/ મુંબઇમાં હિજાબ ઓન ડિમાન્ડ, ટીનએજર ખરીદી કરવામાં અવ્વલ!

કર્ણાટકની એક શાળાથી શરૂ થયેલા હિજાબ વિવાદની અસર સમગ્ર દેશમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

Top Stories India
12. મુંબઇમાં હિજાબ ઓન ડિમાન્ડ, ટીનએજર ખરીદી કરવામાં અવ્વલ!

ભૂતકાળમાં શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશભરમાં જોર પકડી રહ્યો છે. કર્ણાટકની એક શાળાથી શરૂ થયેલા હિજાબ વિવાદની અસર સમગ્ર દેશમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આજે સુરતમાં પણ હિજાબ મામલે વાતાવરણ તંગ બન્યું હતું, આ અંગે ખાસ કરીને મહારાષ્ટ્રમાં મોટા પાયે આંદોલનો પણ થયા છે. અગાઉ હિજાબ ન પહેરતી મુસ્લિમ મહિલાઓએ વિવાદ બાદ હિજાબ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. હિજાબની વધતી માંગને કારણે બજારોમાં હિજાબ અને બુરખાની ખરીદીમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

મુંબઈના મદનપુરા વિસ્તારના હિજાબ અને બુરખા બજારની દુકાનોમાં આ દિવસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દુકાનદારોનું કહેવું છે કે કર્ણાટકમાં જ્યારથી હિજાબનો વિવાદ વધ્યો છે ત્યારથી હિજાબ અને બુરખાની ખરીદીમાં તેજી આવી છે. અગાઉ, ફક્ત છોકરીઓની માતાઓ અથવા મોટી બહેનો બુરખો અથવા હિજાબ પહેરીને આવતી હતી, પરંતુ હવે મુસ્કાનના સમર્થનમાં, ઘણી કોલેજ સ્કૂલ જૂથોની છોકરીઓ જાતે આવીને હિજાબ ખરીદી રહી છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં મુસ્કાને તેની આસપાસ જય શ્રી રામના નારા લગાવતા છોકરાઓનો સામનો કર્યો હતો અને હિજાબ પહેરીને અલ્લાહુ-અકબરના નારા લગાવીને ચર્ચામાં આવી હતી.મુંબઈના મદનપુરા વિસ્તારમાં હિજાબની ઘણી મોટી દુકાનો છે, જ્યાં વર્ષોથી બુરખા અને હિજાબનું વેચાણ થાય છે. અહીંના દુકાનદારોનું કહેવું છે કે અહીં 7 વર્ષથી હિજાબ અને બુરખા સીવતા દરજીઓનું કહેવું છે કે હવે મહિલાઓની સાથે કોલેજની યુવતીઓ પણ આવીને હિજાબ સિવડાવી રહી છે. દુકાનદારોએ કહ્યું કે હિજાબ કેસ સાથે બીજું કંઈ ન થવું જોઈએ, પરંતુ તેમનો ધંધો વધી રહ્યો