Not Set/ હિમાચલ પ્રદેશ : અજાણ્યા લોકોએ હત્યા કરીને ડેડ બોડીને ઘર બહાર લટકાવી દીધું

પાલમપુર હિમાચલ પ્રદેશમાં મર્ડરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલમપુરમાં એક યુવકની હત્યા કરીને તેની ડેડ બોડીને ઘરની બહાર લટકાવવામાં આવ્યું હતું. અજાણ્યા સખ્શ દ્વારા હત્યા કરીને તેના શબને ઘરની બહાર લટકાવી દેવામાં આવ્યો હતો. જો કે આ યુવકની હત્યા કોણે કરી અને કેમ કરી તે વાતનો ખુલાસો હજુ સામે અઆવ્યો નથી પરંતુ પોલીસ આ […]

Top Stories India Trending
murder podcast હિમાચલ પ્રદેશ : અજાણ્યા લોકોએ હત્યા કરીને ડેડ બોડીને ઘર બહાર લટકાવી દીધું

પાલમપુર

હિમાચલ પ્રદેશમાં મર્ડરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલમપુરમાં એક યુવકની હત્યા કરીને તેની ડેડ બોડીને ઘરની બહાર લટકાવવામાં આવ્યું હતું. અજાણ્યા સખ્શ દ્વારા હત્યા કરીને તેના શબને ઘરની બહાર લટકાવી દેવામાં આવ્યો હતો.

જો કે આ યુવકની હત્યા કોણે કરી અને કેમ કરી તે વાતનો ખુલાસો હજુ સામે અઆવ્યો નથી પરંતુ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાલમપુરની ઘટના છે. ૨૫ વર્ષીય મૃતક વિકાસને થોડા દિવસ પહેલા જ કેટલાક અજાણ્યા લોકોએ ધમકી આપી હતી.

થોડા સમય પહેલા વિકાસની ટેક્સી પર અજાણ્યા લોકો ડેડ લખીને જતા રહ્યા હતા. વિકાસે  પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસે આંખ આડે કાન કર્યા હતા અને સાચેમાં વિકાસની હત્યા કરી દેવામાં આવી છે.