#murderers/ દિવાળી તહેવારમાં હિમંતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ખેલાયો ખૂની ખેલ

દિવાળી તહેવારમાં જ હિંમતનગર અને અમદાવાદમાં ફટકાડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

Gujarat
YouTube Thumbnail 2023 11 15T141532.284 દિવાળી તહેવારમાં હિમંતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ખેલાયો ખૂની ખેલ

દિવાળી પર્વ સ્નેહ મિલનનો તહેવાર છે. પરંતુ રાજ્યમાં આ ઉલ્લાસપર્વ પર લૂંટ અને હત્યાનો બનાવો બન્યાની વિગતો સામે આવી છે. દિવાળી તહેવારમાં જ હિંમતનગર અને અમદાવાદમાં ફટકાડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જ્યારે ભાવનગરમાં જૂની અદાવતમાં એક યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી. તો પોલીસકર્મીઓ ખોટી રીતે હેરાન કરતા હોવાના એક યુવકે આરોપ લગાવ્યો છે.

હિમંતનગરમાં ફટાકડા ફોડવાને લઈને માથાકૂટ થતા યુવકો અને વૃદ્ધ વચ્ચે ઉગ્ર ઝગડો થયો. સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામના કેટલાક યુવકોની બે દિવસ પહેલા એક વૃદ્ધ સાથે બબાલ થઈ હતી. રાત્રિના સમયે ફટાકડવા ફોડવા બાબતે વૃદ્ધ સાથે મારપીટ કરી. સાત યુવકો દ્વારા વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો જેના બાદ વૃદ્ધની હાલત ગંભીર થતા આસપાસના સ્થાનિકોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં હોસ્પિટલના તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યા. વૃદ્ધના પરિવારજનોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાતેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. હાલમાં પોલીસે આ સાતેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા તમામને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

જ્યારે મેગા શહેર એવા અમદાવાદમાં પણ ફટાકડા ફોડવા બાબતે પિતા પુત્રની હત્યા કરવામાં આવી. શહેરના રામોલ વિસ્તારના સોમનાથ સોસાયટીમાં રહેતા એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો. ચાર વ્યક્તિઓએ ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં પિતા વિજયશંકર અને પુત્ર બંસીલાલનું મૃત્યુ થયું. સોમનાથ સોસાયટીમાં વિજયશંકર અને બંસીલાલ દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ પિતા-પુત્રની હત્યાનો ખૂની ખેલ ખેલાયો. વિજયશંકરની પત્ની શીલાબેને પીન્ટુ મરાઠી, દિપક પટેલ, બંટી અને મયુર મરાઠી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 દિવાળી તહેવારમાં હિમંતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ખેલાયો ખૂની ખેલ


આ પણ વાંચો : Abdul Razak/ “જીભ લપસી જવાને કારણે…” અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય પરના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી

આ પણ વાંચો : Israel Hamas War/ ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસનું ‘કમાન્ડ સેન્ટર’ હોવાનો ઇઝરાયેલનો દાવો, મિશન હાથ ધર્યું

આ પણ વાંચો :SUBROTO ROY/ સુબ્રતો રોયના નિધન બાદ, સહારા રિફંડ પોર્ટલ પરથી રોકાણાકારોને પૈસા પરત મળશે