Hindenberg effect/ હિન્ડનબર્ગ હવે નવો અહેવાલ લઈ આવશે, અદાણી પછી હવે કોણ

હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ ભાગ્યે જ ભૂલી શકે. હવે હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર એક નવા ટ્વિટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે.

Top Stories World
Hindenberg Effect

હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની Hindenberg effect તારીખ અદાણી ગ્રુપ ભાગ્યે જ ભૂલી શકે. હવે હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર એક નવા ટ્વિટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ શોર્ટ સેલિંગ કંપનીએ ટ્વીટ કરીને ટૂંક સમયમાં વધુ એક નવો રિપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કર્યું છે કે ‘નવો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે – બીજો મોટો ખુલાસો થશે’. જો કે આ રિપોર્ટમાં કઇ કંપની ટાર્ગેટ હશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી.

નેટ એન્ડરસન દ્વારા સંચાલિત આ ફર્મે આ વર્ષે જાન્યુઆરીમાં Hindenberg effect અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ લગભગ પાંચ સપ્તાહમાં આ જાયન્ટ ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં 150 અબજથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે, જૂથની વિશ્વસનીયતા અને ભવિષ્ય પર પ્રશ્નાર્થ થયો છે. ટ્વીટ આવ્યા બાદ લોકો ઈચ્છી રહ્યા છે કે ફરી એક વખત કોઈ ભારતીય કંપની તેના નિશાના પર ન આવે.

શું હવે ચાઈનીઝ કંપનીનો વારો છે
અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા તેની જાહેરાત કર્યા બાદ તરત જ Hindenberg effect  તે ટ્વિટર યુઝર્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો પૂછી રહ્યા છે કે શું અદાણી પછી અન્ય ભારતીય કંપનીઓને નિશાન બનાવવામાં આવશે. કેટલાક વપરાશકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ આ વખતે યુએસ બેંકિંગ સિસ્ટમ અથવા ચાઇનીઝ કંપની વિશે અહેવાલ પ્રકાશિત કરવાની અપેક્ષા રાખે છે.

હિન્ડનબર્ગની આ રીતે વિસ્ફોટક અહેવાલ રજૂ કરવાના લીધે લોકો હવે Hindenberg effect તેના અહેવાલ પછીની અસરોને પણ હિન્ડબર્ગ ઇફેક્ટના નામથી ઓળખવા લાગ્યા છે. આ બતાવે છે કે હિન્ડનબર્ગના અહેવાની તાકાત કેટલી છે. એક કલમ કેવો ધ્રૂજારો લાવી શકે છે તેનો પુરાવો આ હિન્ડનબર્ગના અહેવાલે આપ્યો છે. હિન્ડનબર્ગના અહેવાલના લીધે અદાણીના મૂલ્યમાં ઘટાડો થતાં તેણે કેટલાય વિસ્તરણ પ્રોજેક્ટને અટકાવી દેવા પડ્યા છે. એક સમયે વિશ્વના ટોચના અમીરમાં સ્થાન મેળવવાની તૈયારીમાં હતા તે અદાણી હવે ટોચના 25 અમીરોમાં પણ સ્થાન પામતા નથી. આ છે હિન્ડનબર્ગ રિપોર્ટની તાકાત. તેથી હવે તેણે જ્યારે વધુ એક કંપની અંગે અહેવાલ આપવાની જાહેરાત કરી છે ત્યારે સ્વાભાવિક રીતે બજારો ધ્રુજી ગયા છે.

 

આ પણ વાંચોઃ Rahul Gandhi/ માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં આજે થશે હાજર

આ પણ વાંચોઃ HAL Stake Sale/ સરકાર સંરક્ષણ કંપની HALનો હિસ્સો વેચવા જઇ રહી છે!

આ પણ વાંચોઃ Indian High Commission In London/ લંડનમાં ભારતીય હાઇકમિશને ખાલિસ્તાન પ્રદર્શનકારીઓને આ રીતે આપ્યો જડબાતોડ જવાબ,જુઓ વીડિયો