Not Set/ યુવતીની છેડતી મામલે મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા પડાયું “બંધ”

મહેસાણાએ પાડ્યું સ્વયંભૂ બંધ હિન્દુ સંગઠન દ્વારા અપાયું હતું બંધનું એલાન અસામાજિક તત્વો દ્વારા કરાઈ હતી યુવતીની છેડતી કલેકટરને આવેદન પત્ર આપી અપાયું હતું બંધનું એલાન હિન્દુ સંગઠનોનો બંધ સફળ રહ્યાનો દાવો મહેસાણાનાં લોકો દ્વારા અસામાજીક તત્વોની લુખ્ખાગીરીનાં વિરોધમાં પડાયું બંધ. મહેસાણામાં યુવતીની છેડતીની બાબતે થયેલી માથાકુટમાં હિન્દુ સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. […]

Gujarat Others
msn યુવતીની છેડતી મામલે મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા પડાયું "બંધ"
  • મહેસાણાએ પાડ્યું સ્વયંભૂ બંધ
  • હિન્દુ સંગઠન દ્વારા અપાયું હતું બંધનું એલાન
  • અસામાજિક તત્વો દ્વારા કરાઈ હતી યુવતીની છેડતી
  • કલેકટરને આવેદન પત્ર આપી અપાયું હતું બંધનું એલાન
  • હિન્દુ સંગઠનોનો બંધ સફળ રહ્યાનો દાવો

મહેસાણાનાં લોકો દ્વારા અસામાજીક તત્વોની લુખ્ખાગીરીનાં વિરોધમાં પડાયું બંધ. મહેસાણામાં યુવતીની છેડતીની બાબતે થયેલી માથાકુટમાં હિન્દુ સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા યુવતી છેડતી કરવામાં આવી હતી. અને યુવતી સાથે રહેલા યુવક પર ઘાતકી હથિયાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ મામલો પોલીસે 7 લોકોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ માગ્યામાં આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ અસામાજિક તત્વો દ્વારા યુવકના પરિવાર જનો તેમજ તેના મિત્રોને ધાકધમકી આપવામાં હતી. જેને લઈને હિંદુ સંગઠને કલેકટરને આવેદન પત્ર આપી મહેસાણા બંધનું એલાન આપ્યું હતું.

msn1 યુવતીની છેડતી મામલે મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા પડાયું "બંધ"

આપને જણાવી દઇએ કે, મહેસાણામાં હબટાઉન નજીક રાત્રી દરમ્યાન હિન્દુની યુવતીને બાર કેમ ફરે છે, કેતા યુવતી સાથે રહેલા લોકો દ્વારા ધવલ ભ્રમ્ભટ્ટ નામનાં યુવકને માથાના ભાગે ઘાતકી વસ્તુથી હુમલો કરતા ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસમાં આ મામલે ફરિયાદ કરવામા આવાતા જ 7 આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ પણ આપવામાં આવ્યાં છે. ત્યાર બાદ લઘુમતી સમાજ દ્વારા યુવકનાં મોહલ્લમાં જઈ ધાક ધમકીઓ આપવામાં આવી હતી. તેના વિરુધમાં કલેક્ટરને હિન્દુ સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. અને મહાઆરતી પણ કરી હતી.  આજે હિન્દુઓ દ્વારા મહેસાણા બંધ પાડવામાં આવ્યું હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.