Rakshabandhan/ છેલ્લાં 45 વર્ષથી હિંદુ બહેન મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધીને કરે છે રક્ષાબંધનની ઊજવણી

ખુશીનો પ્રસંગ હોય કે દુખનો આ પરિવારો હંમેશા એક બીજાના પ્રસંગમા હાજર હોય છે ત્યારે પ્રેમીલા બહેનના પુત્ર સંદીપે જણાયું હતુ કે મારા તેમજ મારી બહેનના મોસાળુ પણ આ મુસ્લિમ પરિવારના મારા મામાઓ લઇને આવ્યા હતા…

Gujarat Mantavya Exclusive
Celebrate Rakshabandhan

Celebrate Rakshabandhan: આજે ભાઇ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન છે. આજના દિવસે એક એવી બહેનની વાત કરીશુ કે જેઓ વર્ષોથી મુસ્લિમ ભાઇઓને રાખડી બાંધી તેમની રક્ષા તેમજ પ્રગતિ માટે દુઆ કરે છે, તે પહેલા મુસ્લિમ ભાઇઓને રાખડી બાંધે છે અને પછી જ સગા ભાઇઓને રાખડી બાંધવા જાય છે. આ વાત છે છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના ચંદ્રજયોતિ સોસાયટીમાં રહેતા જયસ્વાલ પરિવારના પ્રેમિલાબેનની જેઓ વડોદરાના અમાદરના મુળ રહેવાસી છે, પરંતુ તેઓના પુત્ર સંદીપ જે બોડેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાથી તેઓ 40 વર્ષથી પોતાના પરિવાર સાથે બોડેલીમાં રહે છે.

2 21 છેલ્લાં 45 વર્ષથી હિંદુ બહેન મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધીને કરે છે રક્ષાબંધનની ઊજવણી

પ્રેમીલાબેન જયસ્વાલ જે 45 વર્ષ કરતા વધુ સમયથી બોડેલી નજીક આવેલા જાબુઘોડા ખાતે પોતાના માનેલા મુસ્લિમ ભાઇઓને રાખડી બાંધી ઉજવણી કરતા લાગણીસીલ દ્રષ્યો સર્જાયા હતા. ખુશીનો પ્રસંગ હોય કે દુખનો આ પરિવારો હંમેશા એક બીજાના પ્રસંગમા હાજર હોય છે ત્યારે પ્રેમીલા બહેનના પુત્ર સંદીપે જણાયું હતુ કે મારા તેમજ મારી બહેનના મોસાળુ પણ આ મુસ્લિમ પરિવારના મારા મામાઓ લઇને આવ્યા હતા.

મહત્વની વાત કરીએ તો પ્રેમીલા બહેનના 6 સગાભાઇ છે તો મુસ્લિમ ભાઇ પણ 6 જ છે જેમા બે હિન્દુ ભાઇ અને બે મુસ્લિમ ભાઇનું અવસાન થયું છે. મુળ વડોદરા જીલ્લાના અને વર્ષોથી બોડેલી સ્થાઇ થયેલા પ્રેમીલા બહેન સાથે મંતવ્ય ન્યૂઝની ટીમે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતા આ પવિત્ર સબંધના દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા.

આ પણ વાંચો: Income tax raid/ મહારાષ્ટ્રમાં મળ્યો નોટોનો પહાડ | જાણો કઈ જગ્યાએ અને કેવી રીતે છુપાવ્યું હતું ધન

આ પણ વાંચો: ઉજવણી/ વિવિધ સમાજની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી કરી મંગલકામના અને આપ્યા શુભાશિષ

આ પણ વાંચો: Vice President Election 2022/ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શપથ લીધા અને થયા ભાવુક