Not Set/ ચીનનું જૈવિક શસ્ત્ર છે કોરોના વાયરસ, 2015થી કરી રહ્યું છે સંશોધન : ઓસ્ટ્રેલિયન મીડિયાનો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયન મીડિયાએ એક અહેવાલમાં દાવો કર્યો છે કે ચીન 2015 થી કોરોના વાયરસ પર સંશોધન કરી રહ્યો હતું.  એટલું જ નહીં, ચીનનો હેતુ તેને જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો હતો.

Top Stories World Trending
vaccine 8 ચીનનું જૈવિક શસ્ત્ર છે કોરોના વાયરસ, 2015થી કરી રહ્યું છે સંશોધન : ઓસ્ટ્રેલિયન મીડિયાનો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયન મીડિયાએ એક અહેવાલમાં દાવો કર્યો છે કે ચીન 2015 થી કોરોના વાયરસ પર સંશોધન કરી રહ્યો હતું.  એટલું જ નહીં, ચીનનો હેતુ તેને જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો હતો.

કોરોના વાયરસની શરૂઆતથી જ ચીન શંકાના દાયરામાં છે. જો કે, આજ સુધી આ વાયરસના અંગે કોઈએ પણ જૈવિક હથિયાર તરીકે નો ઉલ્લેખ કર્યો નથી. ‘ધ વિકેન્ડ ઓસ્ટ્રેલિયા’એ ચીન અંગેના પોતાના અહેવાલમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં ચીનમાં એક સંશોધન પેપરનો આધાર બનાવવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચીન છ વર્ષ પહેલા 2015 થી સાર્સ વાયરસની મદદથી જૈવિક શસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીની સૈન્ય વર્ષ 2015 થી કોવિડ -19 વાયરસનો જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

जैविक हथियार (प्रतीकात्मक तस्वीर)

ત્રીજું વિશ્વ યુદ્ધ જૈવિક શસ્ત્રોથી લડવામાં આવશે

સંશોધન પેપર ‘સાર્સ અને અન્ય જૈવિક હથિયારના રૂપમાં માનવસર્જિત અન્ય વાઇરસો ની પ્રજાતિ ની અપ્રાકૃતિક ઉત્પત્તિ’ માં દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ જૈવિક શસ્ત્રોથી લડવામાં આવશે. આ દસ્તાવેજમાં એ પણ ખુલાસો થયો છે કે ચીનના સૈન્ય વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષ પહેલા જ સાર્સ કોરોના વાયરસનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનો વિચાર કર્યો હતો. ‘ધ વિકેન્ડ ઓસ્ટ્રેલિયન’ નો આ અહેવાલ. news.com.au. માં પ્રકાશિત કરવામાં આવી છે રિપોર્ટ અનુસાર, ચીનના સૈન્ય વૈજ્ઞાનિકોએ પણ સાર્સ વાયરસની હેરાફેરી કરીને તેને રોગચાળામાં કેવી રીતે ફેરવી શકાય છે તેની ચર્ચા પણ કરી હતી.

COVID-19, not a bio-weapon - it has natural origin, confirm scientists

આ સંશોધન પેપર લગભગ પુરાવા જેવું છે: પીટર જેનિંગ્સ

ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એએસપીઆઈ) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીટર જેનિંગ્સે ન્યૂઝ ડોટ કોમને જણાવ્યું હતું કે સંશોધન પત્ર “ખાતરીપૂર્વકના પુરાવાઓનું એક પ્રકાર” હતું. આ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સ્પષ્ટપણે બતાવે છે કે ચિની વૈજ્ઞાનિકો  કોરોના વાયરસના વિવિધ સ્ટેનના લશ્કરી ઉપયોગ વિશે વિચારતા હતા. તેઓ પણ વિચારતા હતા કે આ કેવી રીતે ફેલાય છે.

બેટ વાયરસ ફેલાવી શકતો નથી

રિપોર્ટમાં એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો કે જ્યારે વાયરસની તપાસની વાત આવે છે ત્યારે ચીન પીછેહઠ કરે છે. ઓસ્ટ્રેલિયાના સાયબર સિક્યુરિટી એક્સપર્ટ રોબર્ટ પોર્ટે જણાવ્યું હતું કે વેટ માર્કેટમાંથી  કે પછી ચામાચીડિયા માંથી કોરોના વાયરસ ફેલાય નહીં. આ વાર્તા સાવ ખોટી છે. ચાઇનીઝ રિસર્ચ પેપરનો અભ્યાસ કર્યા પછી તેમણે કહ્યું કે સંશોધન પેપર એકદમ યોગ્ય છે.

COVID19 and conspiracy theories: A Chinese virus or a bio-weapon? - Modern  Diplomacy

ચીનની તપાસમાં કેમ રસ નથી?

જેનિંગ્સે એમ પણ કહ્યું કે આ સંશોધનથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે ચાઇના બહારની એજન્સીઓમાંથી કોવિડ -19 ની ઉત્પત્તિની તપાસમાં કેમ રસ નથી લેતો. જો તે બજારમાંથી ફેલાવવાનો મામલો હોત, તો ચીને તપાસમાં સહકાર આપ્યો હોત.

ચીનના વુહાનમાં કોરોના વાયરસના મૂળની શોધ માટે ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ હજી સુધી કોઈ નક્કર અહેવાલ રજૂ કર્યો નથી. પશ્ચિમી દેશોએ પણ કોરોના વાયરસ રોગચાળા પ્રત્યે ડબ્લ્યુએચઓ ના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું – ચાઇનીઝ વાયરસ

ગયા વર્ષે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં કોરોનાને ‘ચાઇનીઝ વાયરસ’ જાહેર કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે તે ચીનની એક લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે અને તેના કારણે વિશ્વના આરોગ્ય ક્ષેત્રનો નાશ થઈ રહ્યો છે. ઘણા દેશોની અર્થવ્યવસ્થાઓ તેને નિયંત્રિત કરી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે યુએસ ગુપ્તચર એજન્સીઓ પાસે આના પુરાવા છે અને જ્યારે સમય આવશે ત્યારે વિશ્વની સામે મૂકી દેશે.

તમને જણાવી દઈએ કે, કોવિડ -19 રોગચાળો કોરોના વાયરસ એટલે કે ‘સાર્સ કોવ -2’ ડિસેમ્બર 2019 માં ચીનના વુહાનથી ફેલાવા લાગ્યો હતો. કોરોના વાયરસ એ એક વિશાળ જૂથ અથવા વાયરસનો પરિવાર છે. તેઓ ખાંસીથી લઈને ગંભીર શ્વસન રોગ એટલે કે તીવ્ર શ્વસન સિન્ડ્રોમ (એસએઆરએસ) સુધી માનવીઓમાં સામાન્ય શરદીનું કારણ બને છે. જો ચેપ ખૂબ ફેલાય તો દર્દીનું મૃત્યુ થાય છે.

અત્યાર સુધીમાં 15 મિલિયન ચેપગ્રસ્ત, 3.2 મિલિયન મૃત્યુ

વિશ્વમાં અત્યાર સુધીમાં 15.7 મિલિયન લોકોને કોવિડ -19 થી ચેપ લાગ્યો છે અને 32.80 લાખ લોકો મોતને ભેટ્યા છે. વિશ્વભરમાં દરરોજ કેસ વધી રહ્યા છે.

ભારત અને બ્રાઝિલમાં વિનાશ

ભારત અને બ્રાઝિલમાં કોરોના નો વિનાશ સૌથી વધુ જોવા મળે છે. શનિવારે, ભારત અને બ્રાઝિલમાં વિશ્વના કુલ મૃત્યુના 47 ટકા લોકો નોંધાયા છે. ભારતમાં 4,133 લોકો અને બ્રાઝિલમાં 2,091 લોકો કોરોના કારણે મૃત્યુ પામ્યા હતા.