ભરૂચ/ ભરૂચના ટાવરની ઐતિહાસિક ઘડિયાળ : ફરી સમય સાથે મીલાવશે કદમ

ભરૂચ સામાજિક સંસ્થા ઇનનેર વ્હીલ કલબ અને માસીમાં ફાઉન્ડેશન દ્વારા અથાગ પ્રયત્નો થકી ભરૂચ સ્ટેશન ટાવર પર લાગેલી ઘડિયાળ ને નવું જીવદાન આપી શહેરની જનતાને 60 વર્ષ જૂની સમય બતાવતી અને ટકોરાની આવાજ ની ભેટ આપી લોકોની યાદ તાજી કરાઈ ..

Gujarat Others
coral gemstone astrology 6 ભરૂચના ટાવરની ઐતિહાસિક ઘડિયાળ : ફરી સમય સાથે મીલાવશે કદમ
  • ઘણા સમયથી બંધ હતી ટાવરની ઐતિહાસિક ઘડિયાળ.
  • ઇનનેર વ્હીલ કલબ અને માસીમાઈ ફાઉન્ડેશનના પ્રયાસથી ભરૂચની જનતાની ઘડિયાળ જૂની યાદો તાજી થઈ

આજથી પચાસ સાઈઠ વર્ષ પહેલાં ઘડીયાળો શહેર અને ગામડામાં પહોંચી નહોતી. શહેરમાં કે નાના નગરોમાં સામુહિક ઘડિયાળ જેને ટાવર કહેવાતું હતું. તેમાંય સહુ કોઈને સમય જોતા આવડતું નહિ તેથી ટકોરા પડતા. જેમ કે એક વાગે એકને બે વાગ્ય તે નક્કી કરાતું હતું આજે કોક ઠેકાણે ઘડિયાળ વગરના કે બંધ ઘડિયાળવાળા ટાવરો ઊભાં છે પણ કોઈને સમય નથી બતાવી શકતા..

ભરૂચ સ્ટેશન પર આવેલ વર્ષો જુના ટાવર પર લાગેલી ઘડિયાળ પણ એક સમય શહેર ની જનતાને સચોટ સમય બતાવતું હતુ. પણ સમયની માર ઝીલી ને બંધ પડેલી હાલતમાં વર્ષો વીત્યા બાદ ભરૂચ સામાજિક સંસ્થા ઇનનેર વ્હીલ કલબ અને માસીમાં ફાઉન્ડેશન દ્વારા અથાગ પ્રયત્નો થકી ભરૂચ સ્ટેશન ટાવર પર લાગેલી ઘડિયાળ ને નવું જીવદાન આપી શહેરની જનતાને 60 વર્ષ જૂની સમય બતાવતી અને ટકોરાની આવાજ ની ભેટ આપી લોકોની યાદ તાજી કરાઈ ..

આ સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન પીલ્લો સરોજ વાળા એ જણાવ્યું હતું કે બંધ પડેલી ઘડીયાર નેગેટિવિટી એનર્જી આપતી હોય છે. જે આપડા માટે હીતાવહ નથી. જેથી અમારી સંસ્થાએ આ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વર્ષો જૂની વસ્તુઓને પૂર્ણ સ્થાપિત કરી અને શરૂ કરવાની કામગીરી ઘણી મુશ્કિલ હોય છે. ત્યારે સ્ટેશન પર લાગેલી ઐતિહાસિક ઘડિયાળ પણ વર્ષો જુની હોવા થી ઘડિયાળમાં લાગેલા સાધનો મળવા મુશ્કેલ બની ગયા હતા. પરંતુ કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય તે યુક્તિને સાકાર કરતા શહેરની સામાજિક સંસ્થા ઈનેવર વ્હીલ કલબ અને માસીમાઈ ફાઉન્ડેશનએ મુંબઈના સન ટાઈમ કંપનીના દ્વારા 6 ફૂટ ઊંચી અને અટપટા ડાયોમીટર સંચાલિત ઘડિયાળ ઝીણવટ ભર્યું કામ કરીને કાર્યરત કરી 60 વર્ષ જૂની શહેર ની જનતાને સમય અને ટકોરાની યાદ ફરી તાજી કરાવી ભેટરૂપે આપી છે.

આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલ,ઇનનેર કલબ ના પ્રમુખ રિઝવાના ટીલકન જમીનદાર,પ્રોજેકટ ચેરમેન પીલ્લો સરોશ જિનવાલા, સ્ટેશન માસ્ટર બી.કે રાજુલ ,રોટરી કલબ અને આર સી સી કલબના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા..

ચૈત્ર નવરાત્રી / આ મંદિરમાં બિરાજે છે મસ્તક વિનાની દેવી, અહીંનો ઈતિહાસ 6 હજાર વર્ષ જૂનો છે, પરંપરા છે ચોંકાવનારી

આસ્થા / 7 એપ્રિલે મંગળ  કુંભ રાશિમાં પ્રવેશ કરશે, આ 3 રાશિઓને સૌથી વધુ નુકસાન થઈ શકે છે

Life Management / જ્યારે હોડી તોફાનમાં ફસાઈ ગઈ, પંડિતજીને લાગ્યું કે મૃત્યુ નજીક છે, ત્યારે જ એક ચમત્કારે તેમને બચાવ્યા