ગુજરાત/ પોલીસમાં જોવા મળ્યો હિટલર Rule,મામૂલી બાબતમાં કોન્સ્ટેબલને ફટકાર્યો 10 રૂપિયાનો દંડ

અમદાવાદ પોલીસમાં અંગ્રેજી Rule જોવા મળ્યો. શહેરમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ ઇકબાલ હુસેન ઇસ્માઈલભાઈને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 17T173528.202 પોલીસમાં જોવા મળ્યો હિટલર Rule,મામૂલી બાબતમાં કોન્સ્ટેબલને ફટકાર્યો 10 રૂપિયાનો દંડ

અમદાવાદ પોલીસમાં અંગ્રેજી Rule જોવા મળ્યો. પોલીસે જ પોલીસને ફટકાર્યો દંડ. શહેરમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ ઇકબાલ હુસેન ઇસ્માઈલભાઈને 10 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇકબાલ હુસેનભાઈને સાવ મામૂલી બાબતમાં દંડ ફટકારવામાં આવ્યો. શહેરમાં અત્યારે અંગ દઝાડતી ગરમીનો માહોલ છે. આવા સમયમાં લોકોની સેવામાં ખડેપગે રહેનાર પોલીસ સાથે પોલીસનું અમાનવીય વર્તન જોવા મળ્યું.

WhatsApp Image 2024 05 17 at 17.18.29 પોલીસમાં જોવા મળ્યો હિટલર Rule,મામૂલી બાબતમાં કોન્સ્ટેબલને ફટકાર્યો 10 રૂપિયાનો દંડ

ઉનાળાની ગરમીમાં કોન્સ્ટેબલ ઇકબાલ ભાઈએ માથાના ભાગે ગરમી લાગતા તેમના યુનિફોર્મમાં સામેલ કેપ કાઢી નાખી હતી. કેપ કાઢી તેમણે રૂમાલથી મોં લૂછયું હતું. તેમના આ કાર્ય બદલ તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરતા પોલીસ કમિશ્નર કચેરીથી તેમને 10 રૂપિયાનો દંડ ભરવાની નોટિસ આપવામાં આવી. કોન્સ્ટેબલનો પગાર ઓછો હોય તેની સામે આવો દંડ ભરવો તેમના માટે વધુ પડતો બોજ કહી શકાય.

પોલીસ પણ એક માણસ છે અને તેઓ પણ અન્ય માણસોની જેમ સામાન્ય સમસ્યાઓનો સામનો કરતા હોય છે. ત્યારે રૂમાલથી મોં લૂછવા અને માથેથી કેપ કાઢવા બાબતે દંડ ફટકારવો એ વધુ પડતી હિટલર શાહી કહી શકાય. જો પોલીસના આવા હાલ છે તો પણ પોલીસના આ હિટલર નિયમો નાગરિકોને પણ પરેશાન કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: પુણે એરપોર્ટથી ટેકઓફ થવા જઈ રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન, રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયુ

આ પણ વાંચો:પટનામાં શાળાના નાળામાં બાળકની લાશ મળી આવતા સ્થાનિકો રોષે ભરાતા મચાવ્યો હોબાળો