Interesting/ માહીનો ફોટો શેર કરી હોલિવૂડનાં દિગ્ગજે એકવાર ફરી સોશિયલમ મીડિયામાં Fans ને કર્યા હેરાન

ધોનીનાં પ્રશંસકોમાં માત્ર ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા લોકો જ નથી પરંતુ અન્ય રમતો સાથે જોડાયેલા લોકો પણ આ લિસ્ટમાં આવે છે. આ કડીમાં અમેરિકન પ્રોફેશનલ રેસલર જોન સીનાનું નામ પણ આવે છે.

Sports
જોન સીના અને ધોની

ક્રિકેટની દુનિયામાં કેપ્ટન કૂલ તરીકે પ્રખ્યાત ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) વિશ્વનાં મહાન ક્રિકેટરોમાં એક ગણાય છે. એમ એસ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ICC નાં ત્રણેય મોટા ખિતાબ જીત્યા છે. ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ તે હજુ પણ કરોડો યુવાનો માટે રોલ મોડલ છે અને તેમને જીવનમાં કંઈક મોટું કરવા માટે પ્રેરણા આપે છે. ધોનીનાં પ્રશંસકોમાં માત્ર ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા લોકો જ નથી પરંતુ અન્ય રમતો સાથે જોડાયેલા લોકો પણ આ લિસ્ટમાં આવે છે. આ કડીમાં અમેરિકન પ્રોફેશનલ રેસલર જોન સીનાનું નામ પણ આવે છે.

આ પણ વાંચો – T20 World Cup / આજે થશે ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચ, જાણો કોનું પલડું છે ભારે

ભારતીય ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની લોકપ્રિયતા માત્ર ભારત સુધી સિમિત નથી. તે આજે પણ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઈમેજ ધરાવે છે. જેનું તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, થોડા મહિના પહેલા ભારતીય સુકાની વિરાટ કોહલીની એક વિચિત્ર તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા બાદ, WWE નાં દિગ્ગજ John Cena એ શનિવારે ભૂતપૂર્વ સુકાની એમએસ ધોનીની આવી જ એક તસવીર શેર કરી છે. 16-વખતનો WWE ચેમ્પિયન કોઈપણ ‘સ્પષ્ટીકરણ’ આપ્યા વિના તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વિવિધ સેલિબ્રિટીની તસવીરો શેર કરવા માટે જાણીતો છે. આ વખતે પણ તેણે તસવીરમાં કોઇ કેપ્શન લખ્યુ નથી. ધોનીની આ તસવીર T20 વર્લ્ડકપ 2021 દરમિયાનની છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં ધોની કોઈની સાથે હાથ મિલાવવા હાથ લંબાવતો જોવા મળે છે. જો કે જોન સીનાએ આ તસવીર સાથે કોઈ કેપ્શન નથી લખ્યું. આ તસવીર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Instagram will load in the frontend.

WWE ચાહકો જેમણે જ્હોન સીનાને તેના ‘ડૉક્ટર ઑફ થુગાનોમિક્સ’ યુગમાં જોયો હતો, તેઓ તેમના પ્રખ્યાત વાક્ય ‘You can’t see me’ થી સારી રીતે વાકેફ હશે. ધોનીની આ તસવીરને સીનાએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જો કે, તે સમજવું હજુ પણ મુશ્કેલ છે કે શું સીના ભારતીય ક્રિકેટનો ચાહક છે? કારણ કે તે ‘સમજાવ્યા વિના’ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તસવીરો પોસ્ટ કરે છે. સીનાએ પોસ્ટ કરેલી તસવીરને ચાહકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમા તેને એક કલાક કરતાં ઓછા સમયમાં 100,000 થી વધુ લાઈક્સ મળી હતી. આ પહેલા જ્હોન સીનાએ વિરાટ કોહલીની તસવીર પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ વર્ષે જૂનમાં, WWE લિજેન્ડે કિંગ કોહલીની તસવીર શેર કરી હતી. ભારતીય કેપ્ટનની આ તસવીર દ્વારા સીનાએ દરેક ભારતીય ક્રિકેટ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. વળી, જોન સીનાએ આ વર્ષે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનની તસવીર શેર કરી હતી.