IND vs SA/ 4 વર્ષ પછી જસપ્રીત બુમરાહની કેપટાઉનમાં ધમાકેદાર વાપસી, 5 વિકેટ લઈને આ રેકોર્ડ કર્યો પોતાના નામે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે,બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે, ટેસ્ટ મેચનો બીજો દિવસ જસપ્રીત બુમરાહના નામે રહ્યો

Top Stories Sports
8 9 4 વર્ષ પછી જસપ્રીત બુમરાહની કેપટાઉનમાં ધમાકેદાર વાપસી, 5 વિકેટ લઈને આ રેકોર્ડ કર્યો પોતાના નામે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ટેસ્ટ મેચનો બીજો દિવસ જસપ્રીત બુમરાહના નામે ગયો. 2018માં ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ આ મેદાન ભારતના પ્રીમિયર સીમર જસપ્રિત બુમરાહ માટે એક સારું શિકાર મેદાન બની રહ્યું છે. જસપ્રિત બુમરાહે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને બીજા દિવસના અંતિમ સત્રમાં યજમાન ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેનાથી ભારતને 13 રનની સાંકડી લીડ મળી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય આક્રમણની આગેવાની કરતા બુમરાહે કુલ 23.3 ઓવર નાંખી જેમાં તેણે પાંચ વિકેટ લીધી અને માત્ર 42 રન આપ્યા. ઇન-ફોર્મ બેટ્સમેન કેપ્ટન ડીન એલ્ગર તેનો પહેલો શિકાર હતો, જેને તેણે પહેલા જ દિવસે આઉટ કર્યો હતો. તે પછી, તેણે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી ફરી શરૂ કરીને, બુમરાહે દિવસની બીજી બોલમાં એડન માર્કરામને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવવામાં સફળ રહ્યો. ત્યારપછી તેણે કીગન પીટરસનની મહત્વની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની ટીમને તોડી નાખી હતી. બુમરાહે માર્કો જેન્સેન અને લુંગી એનગિડીની વિકેટ પણ લીધી હતી.

જયારે બુમરાહે ટેસ્ટમાં  સાતમી વખત  5 વિકેટ લીધી હતી. 28 વર્ષીય ખેલાડી હવે 27 ટેસ્ટ પછી વિદેશમાં ભારતીય સીમર દ્વારા સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ઝડપી બોલરોમાં સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઈરફાન પઠાણની બરાબરી કરી લીધી છે. એટલું જ નહીં, આ ત્રીજી વખત છે જ્યારે કોઈ ભારતીય બોલરે કેપટાઉનમાં પાંચ વિકેટ લીધી હોય. આ પહેલા હરભજન સિંહે 2010-11માં 7/120 વિકેટ લીધી હતી. તે જ સમયે, શ્રીસંતે 5/114 વિકેટ લીધી છે અને હવે બુમરાહે આ કારનામું કર્યું છે.