અફઘાનિસ્તાનમાં વિસ્ફોટ/ કાબુલ એરપોર્ટના ગેટ પાસે સીરિયલ બ્લાસ્ટ 13 નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 15 ઘાયલ

પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ પુષ્ટિ કરી હતી કે એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો. “અમે કાબુલ એરપોર્ટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી શકીએ છીએ.

Top Stories
main kabul કાબુલ એરપોર્ટના ગેટ પાસે સીરિયલ બ્લાસ્ટ 13 નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 15 ઘાયલ

અફઘાનિસ્તાની સ્થિતિ હાલ અતિ નાજુક અને ગંભીર છે હજી થોડા સમય પહેલા જ ઇટલીના સેના વિમાન પર ફાયરિંગ કરવાના સમાચાર આપવામાં આવ્યા હતા અને તેમાં કોઇ જાનહાનિ થઇ નથી તેવા સમાચાર પણ પાપ્ત થયા છે. હાલમાં કાહુલ એરપોર્ટ પર વિસ્ફોટ થયાના સમાચાર આવ્યા છે આ હુમલાની પુષ્ટી પેન્ટાગોનના પ્રવકતાએ કરી છે આ હુમલામાં 13 ના અત્યાર સુધી મોત થયા છે અને 3 અમેરિકા સૈનિકો સહિત 15 ઘાયલ થયાના અહેવાલ છે હજીપણ મરનારની સંખ્યામમાં વધારો થઇ શકે છે. આ સિરિયલ બ્લાસ્ટ થયા છે

 

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે કાબુલ એરપોર્ટના એબી ગેટની બહાર એક આત્મઘાતી બોમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર ફાયરિંગ કરતી વખતે આવ્યો અને તેણે બોમ્બથી પોતાને ઉડાવી દીધો.

injurd kabuli કાબુલ એરપોર્ટના ગેટ પાસે સીરિયલ બ્લાસ્ટ 13 નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 15 ઘાયલ

મળતી માહિતી મુજબ, એરપોર્ટના આ ગેટ પર ઓસ્ટ્રેલિયન સૈનિકો તૈનાત છે. નોંધનીય છે કે આ હુમલાના થોડા સમય પહેલા જ ISIS ના આતંકીઓ દ્વારા વિસ્ફોટનો ભય હતો. તેનો હેતુ પશ્ચિમી સૈનિકોને નિશાન બનાવવાનો હતો જે અફઘાન શરણાર્થીઓને દેશમાંથી હાંકી કાઢવામાં મદદ કરી રહ્યા છે.અમેરિકાના બે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો.

 

kabul 3 કાબુલ એરપોર્ટના ગેટ પાસે સીરિયલ બ્લાસ્ટ 13 નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 15 ઘાયલ

એક અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના નાગરિકો  ઘાયલ થયા છે, પરંતુ અમેરિકાના કોઈ જાનહાની અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.

kabul 2 કાબુલ એરપોર્ટના ગેટ પાસે સીરિયલ બ્લાસ્ટ 13 નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 15 ઘાયલ
પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ પુષ્ટિ કરી હતી કે એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો. “અમે કાબુલ એરપોર્ટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી શકીએ છીએ. આ સમયે જાનહાનિ અસ્પષ્ટ છે. અમે હાલ તપાસ કરી રહ્યા છે જ્ પણ માહિતી મળશે તેવી  વિગતો અમે આપીશું.