મુલાકાત/ ગૃહમંત્રી અમીત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા

અમીત શાહ આવી પહોચ્યા અમદાવાદ

Top Stories
amit shah 233 ગૃહમંત્રી અમીત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે રવિવારે મોડી સાંજે તેમની બે દિવસીય ગુજરાતની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ તે સોમવારથી ત્રણ કોવિડ -19 રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવાના છે, જેમાંથી એક અમદાવાદમાં છે. અધિકારીઓએ આપેલી  માહિતી અનુસાર  અમીત શાહ સોમવારના દિવસે રસીકરણ કેન્દ્રની મુલાકાત કરવાનો તેમનો હેતુ છે અને ગુજરાત સરકારના રસીકરણ અભિયાનને પ્રોત્સાહિત કરવાનો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એ રવિવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, તે એક વિશાળ રસીકરણ અભિયાનના ભાગ રૂપે દરરોજ એક લાખ લોકોને રસી આપવાની યોજના ધરાવે છે. કોર્પોરેશને જણાવ્યું હતું કે શાહ સવારે અહીં બોડકદેવ વિસ્તારના પંડિત દીનદયાળ હોલની મુલાકાત લેવાના છે. આ દરમિયાન શહેરના મેયર કિરીટ પરમાર અને એએમસીના વરિષ્ઠ અધિકારીઓ તેમની સાથે રહેશે.

ભાજપના રાજ્ય એકમ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે કેન્દ્રીય મંત્રી  બે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેશે, એક કોલવડની એક શાળામાં અને બીજું રૂપાલના આરોગ્ય કેન્દ્રમાં. આ બંને વિસ્તારો ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે, જે અમીત શાહના મતક્ષેત્ર  છે. પાર્ટીએ જણાવ્યું હતું કે તેઓ કલોલ ખાતેના બે ફ્લાયઓવર, રેલ્વે ઓવરબ્રીજ અને નવી એપીએમસી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.