Not Set/ ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત IPC,CRPC અને EVIDENCE એકટમાં થશે સંશોધન…

ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને પુરાવા અધિનિયમમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે

Top Stories India
AMIT SHAH 1 ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત IPC,CRPC અને EVIDENCE એકટમાં થશે સંશોધન...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને પુરાવા અધિનિયમમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમણે રાજ્ય સરકારોને આ અંગે તેમના સૂચનો આપવા જણાવ્યું હતું.

તિરુપતિમાં સધર્ન ઝોનલ કાઉન્સિલની 29મી બેઠક દરમિયાન શાહે કહ્યું કે રાજ્યોએ અધિકારીઓ અને નિષ્ણાતોને સામેલ કરીને સુધારા માટે તેમના ઇનપુટ્સ મોકલવા જોઈએ. શાહે કહ્યું કે મુખ્યમંત્રીઓએ પણ નશીલા પદાર્થોના જોખમને નાબૂદ કરવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. ડ્રગ્સ આપણી પેઢીઓના જીવન અને ક્ષમતાઓને નષ્ટ કરે છે. રાજ્યોએ કેસોના ઝડપી નિકાલ માટે સ્વતંત્ર ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશનની સ્થાપના કરવી જોઈએ.

ઉલ્લેકનીય છે કે મોદી સરકાર જૂના કાયદાઓમાં ધરખમ સુધારા કરવા જઇ રહી છે અને તેના માટે રાજ્ય સરકાર પાસેથી સૂચન પણ મંગાવવામાં આવી રહ્યા છે. હવે ipc અને crpc માં બદલાવ લાવવાની તૈયારી કરી લેવામાં આવી છે વહેલી તકે આ કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ્ નિર્દેશ આપ્યા છે.