national games/ ગૃહમંત્રી અમિત શાહે 36મી નેશનલ ગેઈમ્સનો મેસ્કોટ અને એન્થમ કર્યા લૉન્ચ

આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.

Top Stories Gujarat
5 6 ગૃહમંત્રી અમિત શાહે 36મી નેશનલ ગેઈમ્સનો મેસ્કોટ અને એન્થમ કર્યા લૉન્ચ

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયામાં 36માં રાષ્ટ્રીય રમતોત્સવના માસ્કોટનું અમિત શાહે અનાવરણ કર્યું. આ પ્રસંગે 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સની એન્થમ પણ લોન્ચ કરાઇ.આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રી ખેલ મંત્રી અનુરાગ ઠાકુર, હર્ષ સંઘવી સહિત ભારતના જાણીતા રમતવીરો પણ હાજર રહ્યા. આ પ્રસંગે અમિત શાહે પોતાના ઉદબોધનમાં કહ્યું કે ગુજરાત ખેલમાં બધા રેકોર્ડ તોડશે.સ્પોર્ટસ સીટી બન્યા બાદ વિશ્વની સૌથી મોટું સ્પોર્ટસ સીટી અમદાવાદ હશે.ફીટ ઇન્ડિયા હોય કે ખેલ મહાકુંભ હોય ભારત સરકારે કોઇ કસર છોડી નથી.ઓલ્મિપકમાં બે મેડલ મળતા હતા હવે 7 મળ્યા છે.

નોંધનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર 36મી નેશનલ ગેમ્સ અંતગર્ત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત ,રાજકોટ અને ભાવનગરમાં વિવિધ પ્રકારની 36 રમતો રમાશે.જેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર જેટલા રમતવીરો, પ્રશિક્ષકો ભાગ લેશે.

મેસ્કોટ રમતવીરના સૌથી મહત્ત્વપૂર્ણ ગુણોને દર્શાવે છે. આત્મવિશ્વાસ, ઉત્સાહ, પ્રેરણાની મજબૂત ભાવના, જીતવાની પ્રબળ ઇચ્છાશક્તિ, ધ્યાન, સહજ નેતૃત્વશક્તિ અને સંકલ્પબળ જેવા ગુણો રમતવીરની ઓળખ સમાન છે. પર્ફેક્શનનો આગ્રહ અને લડવાનો જુસ્સો જ માસ્કોટને વ્યાખ્યાયિત કરે છે.

નેશનલ ગેમ્સનો મેસ્કોટ ભારતના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે ઝડપથી વિકસી રહેલા ભારતને ફરીથી વૈશ્વિક નેતા બની રહ્યાની ઝલક દર્શાવે છે. આ મેસ્કોટ વિકાસ અને અર્થતંત્રના ક્ષેત્રમાં ગુજરાતની ગર્જનાનો પડઘો પણ પાડે છે.
છેલ્લા 25 વર્ષોમાં ગુજરાત રાજ્યે રમતગમતનું વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, પરિણામે ભારતના રમતગમત ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

પ્રદર્શનમાં આક્રમકતા અને બહારથી સૌમ્યતા દર્શાવવા સાથે સાંસ્કૃતિક પ્રતીક સમો આ નેશનલ ગેમ્સનો મેસ્કોટ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સરીખા અનેક મહાન નેતાઓના ગુણો દર્શાવે છે.

નેશનલ ગેમ્સનુ થીમ સોંગ ભારતીયોને સંગઠિત રહીને જીત તરફ આગેકૂચ કરવાની પ્રેરણા આપે છે

રાષ્ટ્રીય રમતોત્સવના થીમ સોંગના શબ્દો દેશના યુવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી જેવા ઐતિહાસિક સ્થળોથી જોડાવા અને જીતવા માટે પ્રેરણા આપે છે. રમતગમતના પ્રભાવશાળી દ્રશ્યો દ્વારા સુષોભિત આ થીમ સોંગ દર્શાવે છે કે, કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરીને પણ ખેલાડીઓ જીત મેળવે છે તેનું હાર્દ આ ગીતમાં દર્શાવવામાં આવ્યું છે.

આ થીમ સોંગ સંઘર્ષ, ગૌરવ, પ્રેરણા અને ખેલાડીઓની સિદ્ધિઓને વિશેષ રીતે વ્યક્ત કરે છે.
તદઉપરાંત નેતૃત્વ, ટીમ વર્ક, સતત પ્રગતિ અને સૌથી અગત્યનું દેશના યુવાનો સહિત દરેકને એકતાની પ્રેરણા આપે છે.

રાષ્ટ્રીય રમતોનો મૂળ ઉદ્દેશ્ય છે: એક થવું, સંગઠિત થવું અને દરેકને વિજેતા બનાવવું