Not Set/ ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે,આવતીકાલે કરશે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ

ગૃહમંત્રી ઉચ્ચ અધિકારીઓ અને રાહત ટીમમાં સામેલ લોકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આવતીકાલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.

Top Stories India
amitw1233 ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે,આવતીકાલે કરશે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ખરાબ થતી પરિસ્થિતિ વચ્ચે દેહરાદૂનની મુલાકાત લેશે ગૃહમંત્રી ઉચ્ચ અધિકારીઓ અને રાહત ટીમમાં સામેલ લોકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આવતીકાલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી અત્યાર સુધી કુલ 42 લોકોના મોત નિપજ્યાં છે અને હાલ સ્થિતિ ગંભીર જ છે હજીપણ મરણનો આંકડો આંશિક વધી શે છે.

ઉલ્લેખનીય છે કે  ઉત્તરાખંડમાં ભારે વરસાદી તબાહી મચાવતા જમીની મોટા ભાગના રસ્તાઓ બંધ થયા હતા. જેને લીધે મોટી સંખ્યામાં કેદારનાથમા યાત્રાળુઓ ફસાયા હતા. ત્યારે કેદારનાથમાં ફસાયેલા લોકોને હવે હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળ પર લઈ જવાશે. તેમજ મળતી માહીતી મુજબ હાલ ગુજરાતના તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. ત્યારે હવે કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. વરસાદ બંધ થતા અને વાતાવરણ ચોખ્ખું હોવાથી કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ છે.ચારધામ યાભામાં 1 હજારથી વધુ ગુજારતીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે અને આના માટે ગુજરાત સરકારે હેલ્પાલાઇન નંબર અને કંટ્રોલ નંબર જાહેર કર્યો હતો.