બનાસકાંઠા/ મધ હવે અમુલ બ્રાન્ડ હેઠળ વિશ્વબજારમાં વેચાશે

FPO હેઠળ આ કેન્દ્રીય યોજનામાં મધ ઉત્પાદકોના રૂપમાં 100 ઉત્પાદક સંસ્થાઓની રચના કરવામાં આવશે.

Gujarat Others
Untitled 402 મધ હવે અમુલ બ્રાન્ડ હેઠળ વિશ્વબજારમાં વેચાશે

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે અમૂલ હની લોન્ચ કર્યું. કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સરકારે મધનું ઉત્પાદન વધારવા અને તેની નિકાસ વધારવા માટે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશનશરૂ કર્યું છે.સરકારે દેશમાં સંકલિત ખેતી પદ્ધતિના ભાગરૂપે મધમાખી ઉછેરના મહત્વને ધ્યાનમાં રાખીને ત્રણ  વર્માષટે NBHM માટે 500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ મિશનની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો ;નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ કેપ્ટને કર્યો પ્રહાર, કહ્યું – આ વ્યક્તિ સ્થિર નથી

અધિકારીઓએ જણાવ્યું કે FPO હેઠળ આ કેન્દ્રીય યોજનામાં મધ ઉત્પાદકોના રૂપમાં 100 ઉત્પાદક સંસ્થાઓની રચના કરવામાં આવશે. આમાં નાફેડ (નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા), એનડીડીબી (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) અને ટ્રાઇફેડ (ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ને પણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો ;રાજકોટમાં વધુ રૂ. 100 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ પકડાયું

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “FPOs ની રચના, ક્લસ્ટરોની ઓળખ અને મધમાખી ઉછેર પ્રવૃત્તિઓના અમલીકરણનો કાર્યક્રમ રાષ્ટ્રીય મધમાખી ઉછેર મિશનની મદદથી અમલમાં મૂકવામાં આવશે. અમૂલ સહકારી મંડળી મજબૂત નેટવર્ક ધરાવે છે અને આ હેઠળ મધનો સંગ્રહ, પેકેજિંગ અને બ્રાન્ડિંગની પ્રક્રિયામાં પણ ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો ;બ્રિટનની રોયલ મિન્ટે દેવી લક્ષ્મીના રૂપમાં પ્રથમ ગોલ્ડ બાર લોન્ચ કર્યો