Not Set/ હરિયાણા/ સત્તાનાં સોગઠાંની ગોઠવણો તેજ, હુડ્ડાએ વિરોધપક્ષોને સાથે આવી સરાકર બનાવવા કરી હાકલ

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં તમામની અપેક્ષા વિરૂધ્ધ કોંગ્રેસએ સારો દેખાવ કરીને ભાજપને આંચકો આપ્યો છે. કોંગ્રેસ લગભગ 31 બેઠકો સુધી પહોંચી ગઇ છે. અને સત્તાપક્ષ ભાજપ 39માં જ સમેટાઇ ગયું છે. જ્યારે જેજેપી 10 બેઠક સાથે કિંગમેેકરની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહમાં છે. હરિયાણામાં અપક્ષોએ 9 બેઠકો પર બાજી મારી હોવા જેવી સ્થિતિ સર્જાતા, […]

Top Stories India
hoodamint હરિયાણા/ સત્તાનાં સોગઠાંની ગોઠવણો તેજ, હુડ્ડાએ વિરોધપક્ષોને સાથે આવી સરાકર બનાવવા કરી હાકલ

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં તમામની અપેક્ષા વિરૂધ્ધ કોંગ્રેસએ સારો દેખાવ કરીને ભાજપને આંચકો આપ્યો છે. કોંગ્રેસ લગભગ 31 બેઠકો સુધી પહોંચી ગઇ છે. અને સત્તાપક્ષ ભાજપ 39માં જ સમેટાઇ ગયું છે. જ્યારે જેજેપી 10 બેઠક સાથે કિંગમેેકરની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહમાં છે. હરિયાણામાં અપક્ષોએ 9 બેઠકો પર બાજી મારી હોવા જેવી સ્થિતિ સર્જાતા, રાજકીય કાવાદાવાની મૌસમ ફૂલ બહાર જોવામાં આવશે તેવું જણાઇ રહ્યું છે.

સત્તા માટે ભાજપ હાથમાં આવેલો કોળીયો મોઢા સુધી પહોંચાડવા મરણીયા પ્રયાસો કરશે. કોંગ્રેસને પણ આ વાત બરોબર ખબર અને અનુભવમાં પણ છે. ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા તમામ જીતેલા ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવી ગયું છે. પરંતુ કોંગ્રેસ આ મામલે સતર્ક બની ગઇ છે. અને અનુભવનાં આઘારે અત્યારથી જ પોતાના સોંગઠા પડતી જોવામાં આવી રહી છે. પરિણામોની સાથે સાથે કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન સંભાળનાર પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યુ હતુ કે, જેજેપી, આઈએનએલડી એમ તમામ પાર્ટીઓને મારી અપીલ છે કે, ભાજપ સામેની લડાઈમાં અમારો સાથ આપે.

હુડ્ડાએ સરાકર બનાવવવાનો દાવો કર્યો છે. આ માટે તેમને પાર્ટી હાઈકમાન્ડ તરફથી તમામ છુટ આપવામાં આવી છે. હુડ્ડાએ કહ્યુ છે કે, અમારી સાથે આવશે તેમને સન્માન મળશે. હું તમામને ભેગા મળીને સરકાર બનાવવા માટે અપીલ કરુ છું. વધુમાં કહ્યું હતું કે, ભાજપ દ્વારા અપક્ષો પર દબાણ કરવામાં આવી રહ્યુ છે. ભાજપે પરિણામનો સામનો કરવાની હિંમત બતાવવી જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.