ગુજરાત/ ભચાઉના લાકડીયા પાસે ઇકો કાર અને ટ્રેલર ટકરાતા 5ના મોત

ભચાઉના લાકડીયા પાસે હાઇવે પર મંગળવારે સાંજે એક ભયાનક વાહન અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 06 04T183358.984 ભચાઉના લાકડીયા પાસે ઇકો કાર અને ટ્રેલર ટકરાતા 5ના મોત
  • ભચાઉના લાકડીયા પાસે ઇકો  અને ટ્રક વચ્ચે અકસ્માત
  • ચાર રસ્તા સર્કલ પર ટ્રક ટકરાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરુણ  મોત
  • મૃતકોને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા

Bhachau News: ભચાઉના લાકડીયા પાસે હાઇવે પર મંગળવારે સાંજે એક ભયાનક વાહન અકસ્માત સર્જાયો હતો. બ્રિજના સમારકામ માટે ચાર રસ્તા પર બનાવેલા ડાઇવર્સનાં કારણે લાઇન ક્રોસ કરી રહેલી ઇકો કાર અને ટ્રેલર વચ્ચેની જોરદાર ટક્કર થતા પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.

ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જ્યારે વાહનવ્યવહારને આંશિક અસર થઈ હતી. લાકડીયા પોલીસ ઘટનાસ્થળે પરિસ્થિતિને શાંત કરવામાં અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવા માટે વ્યસ્ત છે.

આ અંગે લાકડીયા પીઆઈ વસાવાએ જણાવ્યું હતું કે, લાકડીયા બાયપાસના રાધનપુર હાઈવે પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરટેક કરી રહેલી ઈકો કાર સામેથી આવતા ટ્રેલર સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

હાલ પાંચ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવા તેમજ અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત