Accident/ પાટણમાં પ્રાણઘાતક માર્ગ અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત

પાટણના સાંતલપુર નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 13T103600.847 પાટણમાં પ્રાણઘાતક માર્ગ અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત

પાટણના સાંતલપુર નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ સાથે ત્રણ લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માર્ગ પર જંગલી પશુ આવી જતા ચાલકે કાબૂ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સ્વિફ્ટ કાર માર્ગ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે રસ્તામાં જંગલી પશુ આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈ ગાડી પાણીના ખાડામાં પડતાં ડૂબી જવાથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે, અન્ય 3 લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા. જોશી પરિવાર કચ્છ ખાતે લગ્નમાં જઇ રહ્યો હતો.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: