Not Set/ ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

વિદેશી સંસ્થાના લોકશાહી વિશેના અહેવાલ અને તેની વિગતોના પર્દાફાશ બાદ સર્જાતા એક નહિ પણ અનેક સવાલો

India Trending
d4 ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

થોડા સમય પહેલાં અમેરિકાની એક સંસ્થા કે જેના દ્વારા દેશ અને દુનિયામાં લોકશાહી અંગે છેલ્લામાં છેલ્લી શુ સ્થિતિ છે તેના પર દેખરેખ રાખી તેની વિગતો જાહેર કરીને આ અંગે સૂચનો પણ કરવામાં આવે છે. આ અહેવાલો પ્રમાણે અમેરિકા સહિતના ૧૦૦થી વધુ લોકશાહી દેશો પૈકી મોટાભાગના દેશોમાં લોકશાહીના મૂલ્યોનું અનેક રીતે ધોવાણ થઈ રહયું છે.થોડા સમય પહેલા યુનોના એક અહેવાલમાં પણ લોકશાહી ઘણા દેશોમાં ખતરામાં હોવાની વાત કહેવાઈ છે.

jio next 5 ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

હવે કમનસીબીની વાત એ છે કે આવા દેશોમાં ભારતનું પણ નામ છે.વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટી લોકશાહી વલણ વાળો દેશ ભારત છે.ભારતમાં લોકશાહીના મૂલ્યો,માનવ અધિકારો અને પ્રચાર માધ્યમોની સ્વતંત્રતા સહિતની બાબતો પર પૂરતું મહત્વ અપાતું નથી.

d2 ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

લોકશાહી વિશે ખૂબ વાતો થાય છે.મૂલ્યોની વાતો થાય છે.લોકો વડે,લોકો થકી અને લોકો થી ચાલતું શાસન એટલે લોકશાહી એવી બંધારણ અને નાગરિક શાસ્ત્રની વ્યાખ્યા છે. ભારતમાં લોકશાહી અમુક સ્થળોએ આઝાદી પહેલા પણ હતી.ઘણા જિલ્લાઓએ અથવા રાજશાહીના જમાનામાં રાજ્યો કહેવાતા હતા એ પૈકી ઘણાને આ પ્રકારનો અનુભવ છે.ભારતને ઘણા લોકો લોકશાહીનું એ પી સેન્ટર ગણે છે.જો કે૨૦૧૯ થી ૨૦૨૧ સુધીનું લોકશાહીનું જે ચિત્ર વિશ્વની લોકશાહીના હિતોની રખેવાળી કરતી સંસ્થાઓ દ્વારા રજૂ થયું છે તે અત્યંત ચિંતાજનક છે.એક વાત સ્પષ્ટ છે કે ભારત વિશે કોઈ વિદેશી સંસ્થાઓ આવી વાત કરે તે કોઈને ગમે નહિ તે સ્વભાવિક બાબત છે.જો કે અત્યારે આપણને અનુભવ કેવો થાય છે તે પણ એક મહત્વની વાત કહી શકાય તેમ છે.

d3 ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

ભારતના બંધારણમાં સંસદીય લોકશાહી એ પાયો છે.તે તો આઝાદી પછીની વાત છે.પરંતુ આ પહેલા અગાઉ જણાવી ગયા તે પ્રમાણે લોકશાહીનો અનુભવ કરી ચુક્યા છીએ.જોકે અમુક રાજાશાહી યુગના રાજવીઓએ સ્વાતંત્ર્ય જંગને ટેકો આપવાની સાથે લોકોને લોકશાહીનો સ્વાદ પણ ચખાડ્યો હતો.આવા રાજ્યોના નામ લેવા હોય તો તેમાં ભાવનગર એટલે કે ગોહિલવાડનું નામ અવશ્ય લખવું જ પડે.આમ તો ગોંડલ અને વડોદરા જેવા કેટલાક રાજ્યોના નામ પણ આ લિસ્ટમાં નોંધવા જ પડે તેમ છે. ભાવનગર રાજ્યમાં તો ધારાસભા જેવી ચૂંટાયેલી પરિષદ અસ્તિત્વમાં હતી.જેની સલાહ મુજબ ભાવનગરના સદગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી વહીવટ ચલાવતા હતા.આ બાબતમાં એક વાત કહી દઈએ કે દેશી રજવાડાઓનાં વિલીનીકરણમાં પોતાનું રાજ સૌ પ્રથમ સોંપીને ભારતની રચનાનો પાયો નાખ્યો હતો.પછી બીજા રાજ્યો તેમાં જોડાયા હતા.

dd1 ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

હવે તાજેતરમાં આવેલો અમેરિકા સાથે નાતો ધરાવતી સંસ્થાનો જે અહેવાલ બહાર પડ્યો છે તેમાં સાફ વાત કરવામાં આવેલી છે કે માત્ર ભારત નહિ પણ વિશ્વના ઘણા દેશોમાં લોકશાહીના મોટાભાગના મૂલ્યો કે નિયમોનું પાલન થતું નથી.લોકશાહી સાથે મૂળભૂત રીતે સંપર્ક ધરાવતી સંસ્થાઓ સો ટકા સ્વાયત નથી.જ્યારે માનવ અધિકારો પણ સુરક્ષિત નથી .જ્યારે પ્રચાર માધ્યમોમાં પણ સરકારી દખલ મહદ અંશે છે.

democracy ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

હવે આ બધી ક્ષતિઓ કે ખામીની વાત યાદ આવે એટલે હાલના સમયમાં લોકશાહી બચાવવાની જરૂરત છે તેવા સૂત્રો પોકારતી કોંગ્રેસના ભૂતકાળના ૧૯૭૫ પછીના દોઢ વર્ષ કે તેથી વધારે સમય સુધી ચાલેલા કટોકટીની યાદ પણ તાજી થાય.કટોકટીમાં લોકશાહીના તમામ મૂલ્યોનું જે રીતે હનન થયું હતું.માત્ર તે વખતના વિપક્ષી નહિ પણ શાસક પક્ષના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. અખબારો પર સેન્સરશીપ લાદી પ્રચાર માધ્યમોની આઝાદી છીનવી લેવામાં આવી હતી તે એક હકીકત છે.એક વાત સ્પષ્ટ છે કે તે વખતે તમામ પ્રકારના લોકશાહી મૂલ્યોને નેવે મુકવામાં આવ્યા હતા.આ કાઈ જેવી તેવી વાત તો હતી જ નહીં. હવે આજ પરિબળો આજ લોકશાહી મૂલ્યોની વાત કરે તે કોઈ રીતે વ્યાજબી નથી.

mundra 1 13 ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

હવે અત્યારે ભારતમાં લોકશાહી ખતરામાં છે તેવું વિદેશી સંસ્થાનું મૂલ્યાંકન આવે તે કોઈ રીતે યોગ્ય પણ નથી અને વ્યાજબી તો જરાય નથી.તેવું ભાજપના નેતાઓ કહે છે, પણ કેટલીક સંસ્થાઓ સરકારના ઈશારે કામ કરે છે તે વાત લોકશાહી મૂલ્યોને અનુરૂપ છે તેવું કહી શકાય ખરૂ?તેવા કેટલાક કૉંગ્રેસી નેતાઓના તેમ જ રાજકીય વિશ્લેષકોના કોઈ સવાલનો જવાબ આ નેતાઓ આપી શક્યા નથી તે પણ એક હકીકત છે.ઇડી, સીબીઆઈ જેવી સંસ્થાઓની હાલની કામગીરી બાબત એનસીપી ના સુપ્રીમો શરદ પવારે જે મુદ્દા ઉભા કર્યા છે તેનો કોઈ જવાબ સત્તાવાળાઓ કે તેમના સમર્થકો આપી શક્યા નથી.સ્વાયત સંસ્થાઓની કામગીરી જરા પણ સંતોષકારક નથી.તે બાબતની લોકશાહી અંગેની સંસ્થાની ટીમે નોંધ લીધી હોય તેવું બની શકે છે.

s2 1 ભારતમાં લોકશાહીના મૂલ્યોના હનન વિશેની વાતો કેટલી યોગ્ય ?

જો કે ભારતની લોકશાહીને કોઈ દેશ કે તેની કોઈ સંસ્થાના પ્રમાણપત્રની કોઈ જરૂરત નથી આમ છતાં કેટલીક સંસ્થાઓની કામગીરી સરકારના ઈશારા મુજબ ચાલે છે તેવો જે આક્ષેપ થાય છે તે સાવ ખોટો તો નથી જ તે વાત સ્વીકાવી પડે તેવી જ છે.

ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે.આ અંગે એક વિશ્લેષકે એમ પણ કહયુ કે તંદુરસ્ત અને સબળ વિપક્ષ એ લોકશાહીનો પાયો હોવાની વાત સાચી છે ખરી?આ પણ તપાસ માંગતો મુદ્દો છે.ભારત એકજ એવો દેશ છે જ્યાં એવી વાત પણ થઈ શકે છે કે ફલાણા કે અન્ય કોઈ પક્ષ મુક્ત ભારત.આ અંગે શાસક પક્ષના બધા સભ્યો વાળી વિધાનસભાની પણ હિમાયત કરી છે આ વાત કેટલે અંશે વ્યાજબી છે? બધા જ સભ્યો એક જ પક્ષના હોય તે કોઈ રીતે યોગ્ય નથી.જો કે આવી વાત માત્ર લોકશાહીમાં વિશ્વાસ ન રાખનારા પરિબળો જ આવી વાત કરી શકે.

જે હોય તે પણ વિશ્વના બીજા દેશોનું વલણ પણ વિચાર માંગે તેવું તો છે જ તે વાત નોંધ્યા વગર ચાલે તેવું નથી. જો કે ભારતની લોકશાહી વિશેનો નિર્ણય ભારતની પ્રજા જ કરી શકે.વિદેશની કોઈ સંસ્થા નહિ.

સમેટાતી સરકારી શાળાઓ  / ગુજરાતમાં સરકારી શાળાઓને લાગ્યાં તાળા, 4 વર્ષમાં 1775 શાળા બંધ

ભાજપમાં વિખવાદ / મુન્દ્રા ભાજપમાં વિખવાદ, PMOમાં થઈ ફરિયાદ

ટ્રાફિક ચેમ્પિયન’ / શિસ્તબદ્ધ વાહનચાલકને મળશે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન