Not Set/ રસી ખરીદવા ભીખ માંગતા ઈમરાન ખાને કેવી રીતે ખરીદ્યુ વિમાન?

ગરીબ પાકિસ્તાનનાં PM નાં રહીશો જેવા શોખ, રસી ખરીદવાને બદલે વિમાન ખરીદી રહ્યા છે….

Top Stories World
1 145 રસી ખરીદવા ભીખ માંગતા ઈમરાન ખાને કેવી રીતે ખરીદ્યુ વિમાન?

વડાપ્રધાન ઇમરાન ખાન સતત પાકિસ્તાનમાં સુશાસનનો દાવો કરતા હોય છે. જો કે, બુધવારે તેમના દાવાની હવા નિકળી ગઇ હતી. લીક થયેલા એક સરકારી દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે, ઇમરાન સરકાર પાકિસ્તાનનાં લોકો માટે કોરોના વાયરસની રસી ખરીદવાને બદલે વીવીઆઈપી માટે વિમાન ખરીદવા માટે પૈસા ખર્ચ કરી રહ્યા છે.

1 146 રસી ખરીદવા ભીખ માંગતા ઈમરાન ખાને કેવી રીતે ખરીદ્યુ વિમાન?

Covid-19 / બ્રાઝિલમાં કોવિડ-19 નાં કારણે એક જ દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત

એક ટ્વિટર હેન્ડલ અનુસાર, “પાકિસ્તાને તેની ગરીબ વસ્તી માટે રસી ખરીદવા માટે એક પૈસો પણ ચૂકવ્યો નથી, પરંતુ વીવીઆઈપી વિમાન ખરીદવા માટે લગભગ 20 લાખ અમેરિકન ડોલર ખર્ચ કરી રહ્યા છે.” સાઉથ એશિયા પ્રેસ દ્વારા વીવીઆઈપી વિમાન વિશેની માહિતી શેર કરવામાં આવી હતી. ટ્વીટમાં જણાવ્યું છે કે, “@SouthAsiaPress સાથે જોડાયેલા પાકિસ્તાની સરકારનાં ગુપ્ત દસ્તાવેજો બતાવે છે કે કેબિનેટ ડિવિઝન આવતીકાલે વીવીઆઈપી વિમાન પર વધારાનાં 0.3 અબજ રૂપિયા (આશરે 20 લાખ અમેરિકન ડોલર) ખર્ચ કરવા મંજૂરી આપશે. આ વિમાનનો ઉપયોગ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.”

1 147 રસી ખરીદવા ભીખ માંગતા ઈમરાન ખાને કેવી રીતે ખરીદ્યુ વિમાન?

Covid-19: સુરતમાં કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, અલથન કોમ્યુનિટી હોલ ખાતે બની રહી છે કોવિડ હોસ્પિટલ

આપને જણાવી દઈએ કે, 6 એપ્રિલ, 2021 ની તારીખ સરકારનાં દસ્તાવેજ પર નોંધાયેલી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની આર્થિક સંકલન સમિતિ (ઇસીસી) ની બેઠક બુધવારે, 7 એપ્રિલ, 2021 નાં ​​રોજ યોજાશે. આ પત્ર મુજબ નાણામંત્રી અને મહેસૂલ પ્રધાન બેઠકની અધ્યક્ષતા કરશે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં કોરોનો વાયરસનાં કેસો સતત વધી રહ્યા છે. વળી, લોકોને રસીકરણ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનમાં 3,953 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા 6,96,184 થઈ ગઈ છે. રમઝાન પહેલા COVID-19 નાં ફેલાવા અંગે વધતી ચિંતાઓ વચ્ચે, પાકિસ્તાને ગયા રવિવારે કોરોના વાયરસનાં 3,568 દર્દીઓ નોંધ્યા હતા. રોગચાળો શરૂ થયા પછીની આ સૌથી વધુ સંખ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ