Panchmahal/ ક્યાં સુધી ચાલશે બાળ મજૂરી? રાજ્યનાં આ વિસ્તારમાં આજે પણ ભૂલકાઓ કરે છે કાળી મજૂરી

કાલોલ તાલુકાના દોલતપુરા અને મેંદાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા અવેદ્ય ચીમની ભઠ્ઠાઓના માલિકો દ્વારા પાંચ વર્ષથી નાના બાળકો પાસે નિર્દયતા પૂર્વક કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે

Gujarat Others
police attack 39 ક્યાં સુધી ચાલશે બાળ મજૂરી? રાજ્યનાં આ વિસ્તારમાં આજે પણ ભૂલકાઓ કરે છે કાળી મજૂરી

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

કાલોલ તાલુકાના દોલતપુરા અને મેંદાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા અવેદ્ય ચીમની ભઠ્ઠાઓના માલિકો દ્વારા પાંચ વર્ષથી નાના બાળકો પાસે નિર્દયતા પૂર્વક કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

કાલોલ તાલુકાનાં અંતરીયાળ એવા દોલતપુરા અને મેદાપુર ગ્રામ પંચાયત વિસ્તારોમાં ઈંટોના ચીમની ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આ ભઠ્ઠાઓ સ્થાનિક પ્રશાસનની રહેમ નજર હેઠળ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, આ ઈંટોનાં ચીમની ભઠ્ઠાઓમાં જે જગ્યા પર ઈંટો બનાવવાની પ્રક્રિયા કરવાની હોય છે. તેને બિનખેતી પ્રક્રિયા કરવામાં પણ નથી આવતી તેમજ આ ભઠ્ઠાઓમાં ઈંટોને સીધી કરવા માટે નાના ભૂલકાઓ જોડે કાળી મજૂરી કરાવવામાં આવે છે. તેમજ આ ચીમની ભઠ્ઠાઓનાં માલિકો દ્વારા માટી કાઢવાની એક જ જગ્યાએથી પરમિશન લઈને અલગ અલગ જગ્યાઓ પરથી ગેરકાયદે માટી કાઢીને રોયલ્ટીની ચોરી કરીને સરકાર સાથે પણ છેતરપીંડી આચરી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે અને ચીમનીમાં કાચી ઈંટોને પકકવવા માટે કોલસીની જગ્યાએ કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.

તેમ છતાં ગ્રામ પંચાયત અને સ્થાનિક પ્રશાસન તેમજ ખાણ ખનીજ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ઉંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આ ચીમની ભઠ્ઠામાં ગેરકાયદે રીતે બનાવવામાં આવતી ઈંટોનું મોટુ સામ્રાજ્ય ચલાવતા ભઠ્ઠાઓના માલિકો સામે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કે પછી આજ રીતે ભઠ્ઠાઓ ને ચલાવવા દેવામાં આવશે તેવું ગામ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો