Not Set/ યાદ શક્તિ ઓછી થઇ ગઇ છે? તો આ નવો ઉપાય અજમાવી જુઓ

અમદાવાદ, અત્યાર સુધી તમે સાંભળ્યુ હશે કે યોગ અને ધ્યાનથી વ્યક્તિનું મગજ શાંત થાય છે અને તેની અનેક બિમારીઓ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના સદીઓ જુની પરંપરાના ભાગ એવા ભજન-કિર્તનથી પણ યાદશક્તિમાં વધારો થાય છે. એટલુ જ નહીં આ ભજન-કિર્તનથી યાદ શક્તિ ક્ષીણ થવાની અલઝાઇમર જેવી ભયંકર બિમારીઓ સામે પણ […]

Lifestyle
The Mind Unleashed યાદ શક્તિ ઓછી થઇ ગઇ છે? તો આ નવો ઉપાય અજમાવી જુઓ

અમદાવાદ,

અત્યાર સુધી તમે સાંભળ્યુ હશે કે યોગ અને ધ્યાનથી વ્યક્તિનું મગજ શાંત થાય છે અને તેની અનેક બિમારીઓ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના સદીઓ જુની પરંપરાના ભાગ એવા ભજન-કિર્તનથી પણ યાદશક્તિમાં વધારો થાય છે. એટલુ જ નહીં આ ભજન-કિર્તનથી યાદ શક્તિ ક્ષીણ થવાની અલઝાઇમર જેવી ભયંકર બિમારીઓ સામે પણ લડવામાં મદદ મળે છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોના એક નવા સંશોધનમાં આ મુજબની માહિતી સામે આવી છે. યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના બ્યુરો સાયન્ટીસ્ટ વિભાગની ટીમે આ નવુ સંશોધન કર્યુ છે. જેમાં જાણવા મળ્યું છે કે, યોગ અને ધ્યાન કરવાથી સંજ્ઞાત્મક અને ભાવાત્મક સમસ્યાઓ દૂર થાય છે.  આ સમસ્યાના કારણે મોટાભાગે અલઝાઇમર અને તેને લગતી અન્ય બિમારીઓ થવાનો ખતરો રહેલો છે.

સંશોધનકર્તાઓને એ પણ જાણવા મળ્યુ છે કે, સંજ્ઞાત્મક સમસ્યાઓનો સામનો કરવા માટે  બહુ જ કારગત ગણાતા યોગ અને ધ્યાન કરતા પણ ભજન-કિર્તનથી વધુ લાભ થાય છે. અલઝાઇમર રિસર્ચ એન્ડ પ્રિવેન્સન ફાઉન્ડેશનના સહયોગથી કરાયેલા આ સંશોધનનો રિપોર્ટ તાજેતરમાં જનરલ્સ ઓફ અલ્જાઈમરમાં પ્રકાશિત કરાયો હતો. યુસીએલએના મનોરોગ વિભાગના સંશોધક અને વરિષ્ઠ પ્રોફેસર હેલેન લવરેસ્ટ્‌કીએ જણાવ્યુ હતું કે, યાદશક્તિ વધારવાના સંદર્ભમાં કરવામાં આવતુ ભજન કિર્તન ધ્યાન અને યોગ કરતા પણ વધુ લાભદાયક છે. કારણકે ભજન કિર્તનથી વ્યક્તિની મનોદશા અને ચિંતામાંથી મુક્તિ મળે છે. આ અભ્યાસ કુલ ૨૫ લોકો પર કરાયો હતો, જેમની તમામની ઉંમર ૫૫ વર્ષ હતી.