Recipe/ બટાકામાંથી આ રીતે બનાવો પોટલી સમોસા

સમોસા બધાને ભાવે છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. જો કે સમોસા તો તમે બધાએ ખાધા જ હશે પણ શું તમે આલૂ-મટર પોટલી સમોસા ખાધા છે.

Food Lifestyle
a 123 બટાકામાંથી આ રીતે બનાવો પોટલી સમોસા

સમોસા બધાને ભાવે છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. જો કે સમોસા તો તમે બધાએ ખાધા જ હશે પણ શું તમે આલૂ-મટર પોટલી સમોસા ખાધા છે. જો ના ખાધા હોય તો ચિંતા ના કરો આજે માટે તમાર માટે લઈને લાવ્યા છીએ ખાસ સમોસા રેસિપી… ‘આલૂ-મટર પોટલી’ સમોસા….

સામગ્રી

250  ગ્રામ – લોટ

1/2 કપ – વટાણા

1/2 ચમચી – લાલ મરચાનો પાઉડર

1/2 ઇંચ – આદુ (છુન્દો કરેલ),

1/2 ચમચી – કેરીનો પાવડર

1/3 કપ – સોજી

4 – બટાકા

1 ચમચી – જીરું

1 ચમચી – કોથમીર પાવડર

1 ચમચી – વરિયાળી

1/2 ચમચી – ગરમ મસાલા પાવડર

1/2 ચમચી – હીંગ

પાણી જરૂરિયાત મુજબ,

મીઠું  સ્વાદઅનુસાર તેલ – તળવા માટે

બનાવવાની રીત

બટાટા અને વટાણા અલગ અલગ બાફી લો. હવે એક વાસણમાં લોટ, સોજી, મીઠું અને તેલ મિક્સ કરી તેને નરમ લોટ બાંધી લો અને તેને 10-15 મિનિટ માટે બાજુમાં મૂકી રાખો.

 આલૂ-મટર પોટલી સમોસા

હવે બીજી કડાઈમાં તેલ ગરમ કરી લો. આ પછી તેમાં જીરું, હીંગ અને વરિયાળી નાખીને કકળાવો. આ પછી બાફેલા અને છૂંદેલા બટાટા અને વટાણા એડ અને પછી તેને બરાબર મિક્સ કરો અને તેમાં લાલ મરચાં, ગરમ મસાલા પાવડર, આમચુર અને મીઠું નાખીને 8-10 મિનિટ માટે ફ્રાય કરો. આનાથી એક સરસ સુગંધ આવશે અને તેને ઠંડુ થવા માટે બાઉલમાં રાખો.

 આલૂ-મટર પોટલી સમોસા

હવે લોટની નાની નાની પૂરી બનાવો અને તેમાં આ મસાલા ભરો અને તેને ઉપરની તરફ વાળીને બંડલનો આકાર આપો. આવી જ રીતે બીજા બંડલ તૈયાર કરો.

હવે તેમને ગોલ્ડન ફ્રાય કરો. બટાટા-વટાણા પોટલી તૈયાર છે, જેને તમે ટામેટાની ચટણી અથવા ચટણી અથવા સોર્સ સાથે ટેસ્ટ કરી શકો છો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ