Recipe/ ચાટથી જ પેટ ભરાઈ જાય તેવા ચટપટ્ટા, સ્પાઈસી પોટેટો બાસ્કેટ

મહેમાનોનો પીરસશો તો વટ પડી જશે…

Food Lifestyle
potato4 ચાટથી જ પેટ ભરાઈ જાય તેવા ચટપટ્ટા, સ્પાઈસી પોટેટો બાસ્કેટ

સ્પાઈસી પોટેટો બાસ્કેટ બનાવવા માટેની સામગ્રી:

બાસ્કેટ માટેની સામગ્રી:
-500 ગ્રામ બટાકા
-મીઠું
લાલ મરચું પાવડર
તેલ

સ્ટફિંગ માટેની સામગ્રી:
-250 ગ્રામ લીલા વટાણા
-1 ડુંગળી
-1 કેપ્સિકમ
-1 લીંબુ
-3 ટેબલ સ્પૂન નાળિયેરનું ખમણ
-1 ટીસ્પૂન તલ
-1/2 ઝૂડી લીલાધાણા
-1 ટીસ્પૂન ગરમ મસાલો
-1 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-1 ટીસ્પૂન લસણની પેસ્ટ
-મીઠું, ખાંડ, તેલ, તજ, લવિંગ

Spicy Channa Chaat in Potato Nest (Chickpeas Chaat) - Fun Love and Cooking

સ્પાઈસી પોટેટો બાસ્કેટ બનાવવા માટેની રીત:

બટાકાને છોલી, ધોઈ, છણ કરવું. તેમાં મીઠુંને થોડી મરચાંની ભૂકી નાખવી. છીણને ખૂબ દબાવી પાણી કાઢી નાખવું. બટાકાના છીણને 3-4 વખત થોડી થોડીવાર દબાવી બધું પાણી કાઢી નાખી, છીણ કોરું કરવું. પછી તારની મોટી ગરણી અથવા નાની ચારણીમાં ટોપલી જેવો આકાર આપી દબાવીને છીણ ચોંટાડી દેવું. પછી ચાળણીને ગરમ તેલમાં બોળી, બાસ્કેટ બદામી રંગની થાય ત્યાં સુધી તળવી. ચમચાથી ગરમ તેલને અંદર નાખવું. જેથી બાસ્કેટ અંદર-બહાર બરાબર તળાય. ચાળણી ઠંડી પડે એટલે બાસ્કેટ ચાળણીથી અલગ કરીને ઠંડા થવા દો. ત્યારબાદ તેની અંદર સ્ટફિંગ માટેની સામગ્રી ભરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  ‘બીટ’ ના સેવનથી દૂર થતી બીમારીઓ, જાણો અતિ-ગુણકારી બીટના ફાયદા

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે