Not Set/ સલમાનને તેના બનેવી આયુષ શર્માને લોન્ચ કરવાની કેવી તૈયારી કરી,જુઓ

મુંબઇ દબંગ સ્ટાર સલમાન ખાને તેની કરિયરમાં અનેક સટાર્સને પ્લેટફોર્મ આપ્યા પછી હવે તેના બનેવીને પણ લોન્ચ કરવાની તૈયારી કરી છે.સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્મા હવે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લઇ રહ્યો છે.આયુષે તેની અપકમિંગ ફિલ્મ લવરાત્રી માટે ફોટો શુટ પણ કર્યું છે. આયુષ શર્માએ અપકમિંગ એક્ટ્રેસ વરીના હુસેન સાથે ફોટો શુટ પણ કર્યું […]

Entertainment
ppp સલમાનને તેના બનેવી આયુષ શર્માને લોન્ચ કરવાની કેવી તૈયારી કરી,જુઓ

મુંબઇ

દબંગ સ્ટાર સલમાન ખાને તેની કરિયરમાં અનેક સટાર્સને પ્લેટફોર્મ આપ્યા પછી હવે તેના બનેવીને પણ લોન્ચ કરવાની તૈયારી કરી છે.સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્મા હવે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લઇ રહ્યો છે.આયુષે તેની અપકમિંગ ફિલ્મ લવરાત્રી માટે ફોટો શુટ પણ કર્યું છે.

pp સલમાનને તેના બનેવી આયુષ શર્માને લોન્ચ કરવાની કેવી તૈયારી કરી,જુઓ

આયુષ શર્માએ અપકમિંગ એક્ટ્રેસ વરીના હુસેન સાથે ફોટો શુટ પણ કર્યું છે. ફોટોશુટ બાદ આયુષ શર્માએ તેમના ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. આ ફોટોશુટમાં બંને સફેદ શર્ટ અને બ્લુ જિન્સમાં જોવા મળે છે અને તેમની જોડી  પ્રેરણાદાયિક લાગે છે.

૨૦૧૮માં બોલીવુડમાં અનેક નવા ચેહરા જોવા મળી રહ્યા છે. જેમ કે સારા અલી ખાન,જ્હાનવી કપૂર અને બનીતા સંધુ જેવા નવા ચહેરા સામે આવ્યા છે. તેમાં વરીના હુસેન પણ નવા ચહેરામાં સમાવેશ થાય છે.

ppppp સલમાનને તેના બનેવી આયુષ શર્માને લોન્ચ કરવાની કેવી તૈયારી કરી,જુઓ

 

આયુષ અને વરીનાની આ પહેલી બોલીવુડ ફિલ્મ છે.આ ફિલ્મમાં આયુષ અને વરીના જોવા મળશે તેવી જાહેરાત થઇ છે ત્યારથી જ બન્ને સ્ટાર એક સાથે દેખાવાનું શરૂ કરી દીધું છે. આ બંને સ્ટાર બુધવારે પ્રથમ વખત એક સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ મુંબઈના બાંદરામાં ડાન્સ ક્લાસમાં  જોવા મળ્યા હતા.આયુષ અને વરીના પહેલેથી જ ફિલ્મ માટે તૈયાર કરવાનું શરૂ કર્યું છે. લવરાત્રી ફિલ્મમાં ગુજરાતની લવસ્ટોરી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિરાજ મિનાવાલા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે. અભિરાજ અમુક ફિલ્માં અબ્રાજ અનેક ફિલ્મોમાં અલી અબ્બાસ ઝફરને મદદ કરી ચૂકયા છે.

મળતી મહી મુજબ માનવામાં આવે તો આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરશે.

p સલમાનને તેના બનેવી આયુષ શર્માને લોન્ચ કરવાની કેવી તૈયારી કરી,જુઓ

સલમાન ખાને થોડા દિવસ પહેલા ટ્વીટ દ્વારા કરોડો ચાહકોની બેતાબીને વધારી દીધી હતી. સલમાને ટ્વિટ કર્યું કે મને છોકરી મળી છે.આ ટ્વીટ પછી લગ્નની સમાચાર હેડલાઇન્સ બની ગયા હતા,જો કે આ ટ્વીટ પછી  સલમાને જણાવ્યું કે આ છોકરી ફિલ્મની અભિનેત્રી છે અને તેના જીજાજી આયુષની ફિલ્મની હિરોઈન છે. જેનું નામ વરીના છે.