Not Set/ શું તમારા બાળકનું શરીર પણ ચરબીથી ભરપૂર છે? તો આ રીતે ઘટાડો તેમનું વજન

બાળકોમાં વધુ વજન ની સમસ્યા ખુબજ સામાન્ય બનતી જાય છે. નાની ઉંમર માં વધુ પડતું વજન વિવિધ અસાધ્ય રોગો ને નોતરે છે. બાળકો માં ઉમેરાતી ખોટી કૅલરી અને નિયમિત કસરત નો અભાવ આ મેદસ્વિતા માટે જવાબદાર છે. બાળકોમાં જોવા મળતી મેદસ્વિતાના કારણો : 1. બાળકો નું વધારે પડતા બહાર મળતા ખોરાક નું સેવન .બાળકો વિવિધ […]

Health & Fitness Lifestyle
EP 19 Fatty Kids શું તમારા બાળકનું શરીર પણ ચરબીથી ભરપૂર છે? તો આ રીતે ઘટાડો તેમનું વજન

બાળકોમાં વધુ વજન ની સમસ્યા ખુબજ સામાન્ય બનતી જાય છે. નાની ઉંમર માં વધુ પડતું વજન વિવિધ અસાધ્ય રોગો ને નોતરે છે. બાળકો માં ઉમેરાતી ખોટી કૅલરી અને નિયમિત કસરત નો અભાવ આ મેદસ્વિતા માટે જવાબદાર છે.

બાળકોમાં જોવા મળતી મેદસ્વિતાના કારણો :
1. બાળકો નું વધારે પડતા બહાર મળતા ખોરાક નું સેવન .બાળકો વિવિધ advertise થી આકર્ષાઈ બહાર નો ખોરાક લેવા માટે પ્રેરાય છે. અને આ ખોરાક શરીર માં ખોટી કૅલરી અને મેદ નું પ્રમાણ વધારે છે .

2. આજ કાલ ના બાળકો માં નિયમિત કસરત નો અભાવ જોવા મળે છે. બાળકો મોટે ભાગે ઘર માં જ ટીવી, લેપટોપ, મોબાઈલ પર રમતો રમવામાં વ્યસ્ત રહે છે. અને બહાર રમવાનું પણ ટાળે છે.

3. ઘર માં બનતી વાનગીઓ માં પણ વધુ પડતું ચીઝ, બટર, તેલ , મેદો તથા સફેદ ખાંડ નું પ્રમાણ પણ મેદસ્વિતા વધારે છે.

4. ચોકલેટ, આઈસ્ક્રીમ, બહાર ની મિઠાઈ ઓ, પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ, બહાર મળતા ઠંડા પીણા, વગેરે નું નિયમિત સેવન કરવાથી શરીર માં મેદ જમા થાય છે.

5. ઘણી વખત માતા પિતા પણ પોતાના કામો માં સતત વ્યસ્ત હોવાથી , ready to eat ફૂડ બાળકો ને આપે છે. જે ખોટી કેલરી શરીર માં ઉમેરે છે.

6. માતા પિતા કે કુટુંબ ની અન્ય વ્યક્તિ માં જો મેદસ્વિતા હોય તો બાળક માં પણ જાડાપણુ થવાની શક્યતાઓ વધી જાય છે.

7. ઘણી વખત બાળકો માં જોવા મળતી માનસિક તાણ, પણ ભૂખ કરતા વધુ ખોરાક લેવા માટે જવાબદાર હોય છે.

બાળકો માં જોવા મળતી મેદસ્વિતા ના માઠા પરિણામો:

નાનપણ માં જ જોવા મળતી મેદસ્વિતા શરીર માં સમય જતા ડાયાબિટીસ ટાઇપ ૨, અસ્થમા, શ્વાસોશ્વાસ માં તકલીફ, ઊંઘ માં અનિયમિતતા, યકૃત પર સોજો, પિત્તાશય માં પથરી, પાચનતંત્ર ની તકલીફો , વધુ પડતું કોલેસ્ટેરોલ નું પ્રમાણ તથા સાંધા માં દુખાવો વગેરે જેવી બીમારી ઓ ને નોતરે છે. ઘણી વખત બાળકો ને આ જાડાપણું તેમના માનસિક સ્તર ઉપર પણ અસર કરતું હોય છે. આવા બાળકો લઘુતાગ્રંથિથી પણ પીડાતા હોય છે. તેમના સ્વભાવ તથા યાદશક્તિ ઉપર પણ માઠી અસરો જોવા મળે.

સાવધાની અને આહારમાં સૂચિત ફેરફારો અને આહારલક્ષી ઉપાયો:

1. બાળકો ની મનપસંદ એવી બહાર મળતી વાનગીઓ ઓ નું ઘરે જ હેલ્ધી વાનગીઓ માં રૂપાંતર કરવું જેમ કે મેદા ની જગ્યા એ ઘઉં માંથી વાનગીઓ બનાવવી. સફેદ ખાંડ ના સ્થાને મધ નો ઉપયોગ, ચીઝ ની જગ્યા એ પનીર નો ઉપયોગ વગેરે .

2. નિયમિત કસરત નું મહત્વ સમજાવી તે માટે તેમને પ્રેરિત કરવા.

3. ભોજન ની વચ્ચે ના સમય માં ઘરે બનાવેલો અને હેલ્ધી નાસ્તો આપવો.

4. ઋતુ અનુસાર ના ફળો, શાકભાજી, દહી, ડ્રાય ફ્રૂટ, સુપ, જ્યુસ વગેરે નો બાળકો ના દૈનિક આહાર માં સમાવેશ કરવો.

5. બાળક નો સ્ક્રીન ટાઈમ ઘટાડવો.

બાળકો માં જોવા મળતી આ મેદસ્વિતા ની સમસ્યા ને આપણે સૌ એ સાથે મળી ને દૂર કરવાની રહેશે. બાળક કેવો ખોરાક લે છે, કેટલો ખોરાક લે છે, કેટલો સમય કસરત કરે છે, વધુ કૅલરી કે જરૂર કરતા ઓછી કેલરી વાળો ખોરાક તેના માટે કેટલો નુકશાન કારક છે આ બધા જ માટે માતા પિતા એ જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે.

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની

આ પણ વાંચો-  Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ

આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…