Lifestyle/ આકરા ઉનાળામાં રાખો ત્વચાની વિશેષ સંભાળ

ઉનાળામાં ચામડી એકદમ કોરી પડી જતી હોય તો ત્વચાને ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરવી જોઈએ. તૈલીય થતા ભાગ પર બરફ ઘસવાનું રાખો.

Fashion & Beauty Lifestyle
skin આકરા ઉનાળામાં રાખો ત્વચાની વિશેષ સંભાળ

ઉનાળાએ હવે  ગુજરાતભરમાં બરાબરની જમાવટ કરી છે અને છેલ્લા કેટલાય દિવસથી  ગરમીનો પારો  40 ડિગ્રીને પાર જતો રહે છે હજુ તો બળબળતો મે મહિનો પણ રાહ જોઈ રહ્યો છે ત્યારે ત્વચા અત્યારથી જ શ્યામ પડી જાય છે. જે લોકો સતત બહાર રહીને કામ કરે છે તેમના માટે તો ઉનાળામાં આફત થઈ જાય છે

ગરમીની સિઝનમાં ત્વચા શ્યામ પડી જાય છે સાથે સાથે ચામડી પર દાદર, બળતરા જેવી સ્કીન એલર્જી પણ થતી હોય છે. આવા સમયે  શરીરનું ખાસ ધ્યાન અને ચોખ્ખાઇ રાખવી જરૂરી છે. તો તમે પણ ઉનાળા દરમિયાન વિવિધ રીતે ત્વચાની જાળવણી કરીને  તમારી સુંદરતાને બરકરાર રાખી શકો છો.

ગરમીમાં સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે. એટલે ગરમીમાં ત્વચાની સાચણી માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ગરમીની સાથે સાથે આપણી ત્વચા ધૂળ, પરસેવો, રજોટી જેવી ઘણી ચીજોનો સામનો કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચાને ચોખ્ખી અને ચમકતી રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.

ઉનાળામાં તૈલી ત્વચા એ સૌથી મોટી મુશ્કેલી છે. જેની ત્વચા સામાન્ય હોય તેને પણ તૈલી ત્વચાનો સામનો તો કરવો જ પડે છે. ત્વચા પરથી વધારાનું તેલ શોષવા માટે સવારે અને રાત્રે ત્વચાને સારી રીતે સાફ કરી લેવી. ખાસ કરીને ગરદમ, કોણી, ઘૂંટણની પાછળના ભાગની તેમ જ ચહેરા પર નાકની આસપાસની ત્વચાને એકદમ ચોખ્ખી કરવી.

ત્વચામાં રહેલા કેટલાક કોષો સૂર્યના કિરણોથી આપણી રક્ષા કરે છે માટે એક હદથી વધારે ક્લિન્ઝિંગ ન કરવું કે જેથી કરીને ચામડી એકદમ શુષ્ક થઈ જાય.

શક્ય હોય તો દિવસમાં એકાદ વાર ચહેરા પર, ગરદન પર તેમજ તૈલીય થતા ભાગ પર બરફ ઘસવાનું રાખો.

ઉનાળામાં ચામડી એકદમ કોરી પડી જતી હોય તો ત્વચાને ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરવી જોઈએ. જેથી તે ત્વચાની અંદરનું ભેજનું પ્રમાણ જાળવીને સ્કીન એકદમ મુલાયમ બનાવેલી રાખશે.

ગરમીની સિઝનમાં મેકઅપ ઉતારતી વખતે ગુણવત્તાભર્યા મેકઅપ રિમૂવર અથવા તો બેબી ઓઇલનો ઉપયોગ કરવો.

આ ઉપરાંત સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો, દર બે દિવસે ત્વચાને અનુકૂફ પેક લગાવવાથી પણ ગરમીમાં ત્વચા એકદમ ચોખ્ખી રહેશે.

આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો

આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….

આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો

આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત