Not Set/ પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

સમય બતાવનારા કેટલા બધા ગેજેટ્સ આજે આપણી પાસે છે. પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે, પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો

Mantavya Exclusive Trending
watch main પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

સમય બતાવનારા કેટલા બધા ગેજેટ્સ આજે આપણી પાસે છે. પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે, પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? પહેલી ઘડિયાળ ક્યારે બની હતી અને ટાઈમનો ઈતિહાસ શું છે? આવા અનેક સવાલો દરેકને થતા જ હોય છે. ત્યારે આ વીશે જાણવાની સહજતા જ ઇચ્છા થઇ આવે તે સ્વાભાવિક છે.

તડકા ઘડિયાળ

આપણા પૂર્વજો પાસે એક ઘડિયાળ હતી, જેનું નામ સુરજ હતું. સૂર્યોદય અને સુર્યાસ્ત વચ્ચે ના સમયે લોકો કોઈ ઝાડ કે વસ્તુનો પડછાયો જોઈ સમય જણાવતા રહેતા હતા. યુનાનના લોકોએ પડછાયા પહેલા એક લોખંડ કે લાકડાના ડંડા દ્વારા સમય જાણવા માટેની વસ્તુની શોધ કરી હતી.

પાણીની ઘડિયાળો 

તડકા ઘડિયાળ પછી પાણીથી સમયની જાણકારી મેળવવામાં આવતી. 250 ઇ.સ. પૂર્વ યુનાનિઓએ અલાર્મ ઘડિયાળનો એક પ્રારંભિક પ્રોટોટાઈપ બનાવ્યો હતો. તેમાં બે વાસણો પાણીથી ભરેલા રહેતા હતા. એક માંથી પાણી બીજામાં પડતું અને તેના ભરાઈ જવાથી એક યાંત્રિક પક્ષી ટ્રિગર કરતું અને અવાજ આવતો.

4 2 4 પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

 

કેન્ડલ કલોક

મીણબતી વાળી ઘડિયાળનું પહેલું વર્ણન 520 A.D માં એક ચીની કવિતામાં મળે છે. તેમાં સળગેલી મીણબત્તીના હિસાબે સમયની નોંધ કરી શકાતી હતી. 10 મી સદીની શરુઆત સુધી જાપાનમાં આ પ્રકારની મીણબત્તીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.

રેતીની ઘડિયાળ

કાંચના એક સાધનમાં બે ભાગમાં રેતી ભરવામાં આવતી હતી અને રેતીના એક ભાગમાંથી બીજા ભાગમાં નીચે પડવાના આધારે સમય માપવામાં આવતો હતો. તેને રેતીની ઘડિયાળ (Hourglass) કહેવામાં આવતી હતી. 15 મી સદીમાં તેનો ખાસ કરીને સમુદ્રી જહાજોમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

22 1 પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

પહેલી ઘડિયાળ

પહેલી ઘડિયાળની શોધ કરવાનો શ્રેય પોપ સિલ્વેસ્ટર બીજા (Pope Sylvester II) ને જાય છે. તેમણે 996 ઇ.સ.માં ઘડિયાળની શોધ કરી હતી. 1288 માં ઇંગ્લેન્ડના Westminster ના ઘંટાઘરમાં ઘડિયાળ લગાવવામાં આવી હતી. યુરોપમાં ઘડિયાળનો ઉપયોગ 13 મી સદીના ઉત્તરાર્ધમાં મોટા પ્રમાણમાં થવા લાગ્યો હતો.

હાથ ઘડિયાળ

1604 માં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ શકાય તેવી ઘડિયાળની શોધ જર્મનીના Peter Henlein એ કરી હતી. તે વધુ સચોટ સમય જણાવતી ન હતી. 1623-1662 વચ્ચે ફ્રાંસીસી ગણિતશાસ્ત્રી અને દાર્શનિક Blaise Pascal એ પહેલી હાથ ઘડિયાળ બનાવી હતી. તેમણે એક તાર વડે પોતાની ખિસ્સામાં મુકવામાં આવતી ઘડિયાળને હાથ ઉપર બાંધી લીધી હતી જેથી તે કામ કરતી વખતે ટાઈમ જોઈ શકે.

3 1 10 પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

મિનીટનો કાંટો

1577 માં Jost Burgi એ સ્વીત્ઝરલૅન્ડમાં પોતાના મિત્ર માટે મિનીટ વાળા કાંટા સાથે ઘડિયાળ બનાવી હતી. તેમનો મિત્ર એક ખગોળશાસ્ત્રી હતો તેને તારાની ગતિ જોવા માટે તેની જરૂર હતી.

પેંડુલમ કલોક

 1956 માં ક્રિશ્ચિયન હ્યુજેન્સે પેંડુલમ કલોક બનાવી, તેની મદદથી સચોટ સમય જણાવી શકાતો હતો.

44 પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

મીકેનીકલ એલાર્મ કલોક

Mechanical Alarm Clock ની શોધ અમેરિકાના રહેવાસી લેવી હચિન્સે 1787 માં કરી હતી. તેમાં એલાર્મ સવારના 4 વાગે વાગતો હતો.

માનક સમય

માનક સમય એટલે કે Standard Time ની શોધ સર સેન્ડફોર્ડ ફ્લેમિંગે 1878 માં કરી હતી. તેનાથી તમામ ઘડિયાળોમાં એક સરખો સમય જ દર્શાવવામાં આવવા લાગ્યો હતો. 20 મી શતાબ્દી સુધી ભૌગોલીક ક્ષેત્રોને સમાન રૂપે ટાઈમ ઝોનમાં વિભાજીત કરી દેવામાં આવ્યા હતા.