નિર્ણય/ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, શાળામાં આપવામાં આવશે 9 થી 14 વર્ષની વિધાર્થીનીઓને HPV રસી

કેન્દ્ર સરકાર હવે શાળાઓમાં 9થી  14 વર્ષની વિધાર્થીનીઓને સર્વાઇકલ કેન્સરની રસી ઉપલબ્ધ કરાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રએ આ અંગે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી છે

Top Stories India
3 1 8 કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, શાળામાં આપવામાં આવશે 9 થી 14 વર્ષની વિધાર્થીનીઓને HPV રસી

દેશમાં મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે તેના પર નિયંત્રણ માટે અગમચેતી પગલાં લઇ રહી છે. કેન્દ્ર સરકાર હવે શાળાઓમાં 9થી  14 વર્ષની વિધાર્થીનીઓને સર્વાઇકલ કેન્સરની રસી ઉપલબ્ધ કરાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રએ આ અંગે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી છે. દરેક જિલ્લાને ધોરણ 5 થી 10 માં પ્રવેશ મેળવનાર છોકરીઓની સંખ્યાની ગણતરી કરવાનું શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સર્વાઇકલ કેન્સરને રોકવા માટે સ્વદેશી રીતે વિકસિત HPV રસી આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં ઉપલબ્ધ થશે.

ભારતમાં 15 થી 44 વર્ષની વયની સ્ત્રીઓમાં તે બીજું સૌથી સામાન્ય કેન્સર છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) ના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર 53 માંથી એક મહિલાને સર્વાઇકલ કેન્સર છે.

એચપીવી રસી સાથે કેન્સરનું નિવારણ
કેન્દ્ર સરકારે રસીકરણ માટે શાળાઓમાં HPV રસીકરણ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શાળાઓમાં વાલીઓ અને શિક્ષકો સાથે બેઠકો દ્વારા વાલીઓમાં જાગૃતિ લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે સરકારી અને ખાનગી શાળા મેનેજમેન્ટ બોર્ડ સાથે સંકલન સાધવા માટે કહેવામાં આવ્યું છે.

શાળા શિક્ષણ અને સાક્ષરતા મંત્રાલયના સચિવ સંજય કુમાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે એચટીને જણાવ્યું હતું કે સર્વાઇકલ કેન્સર એ રોકી શકાય તેવી અને સાધ્ય બીમારી છે. તે ફાયદાકારક રહેશે કે રોગને વહેલાસર શોધી શકાય અને અસરકારક રીતે સારવાર કરી શકાય.

શાળાઓમાં કેન્સર જાગૃતિ
કેન્સર જાગૃતિ અંગે શાળાઓમાં હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પટનાની આરપીએસ પબ્લિક ગર્લ્સ સ્કૂલમાં કેન્સરથી બચવા અંગે જાગૃતિ લાવવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તમામ શિક્ષકો અને ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.