સુરત/ પાંડેસરા વિસ્તારમાં ટેક્સટાઈલ મિલમાં ભીષણ આગ, 15-20 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા

સુરતની એક ટેક્સટાઈલ મિલમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 15-20 ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ મિલ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

Gujarat Surat
Untitled 3 પાંડેસરા વિસ્તારમાં ટેક્સટાઈલ મિલમાં ભીષણ આગ, 15-20 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા

સુરતની એક ટેક્સટાઈલ મિલમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 15-20 ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ મિલ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ ઘટના અંગે ફાયર બ્રિગેડ ઓફિસર ફાલ્ગુન કુમારે જણાવ્યું કે, “15-20 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પ્રાપ્ત વિગતોનુસર પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ અમીના ડાઈગ સિલ્ક મિલમાં આગ લાગી હતી.  એવો ફાયર વિભાગ ને 9:49 એ કોલ મળતા જ ફાયર વિભાગ ની સૌપ્રથમ ત્રણ ફાયર સ્ટેશનોની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ વિકરાળ હોવાથી ફાયર વિભાગ દ્વારા અન્ય 3 ફાયર સ્ટેશન ની ગાડી બોલાવવામાં આવી હતી. હાલ વધુ ત્રણ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પોહચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 15-20  ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી ફાયરબ્રિગડના લશ્કરો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.