હુક્કો પીનારા લોકો ચેતી જજો. આ માહિતી તમને ચિંતામાં નાખી શકે છે. એક અભ્યાસ મુજબ હૃદયના આરોગ્ય માટે હુક્કો પણ સિગરેટ જેટલો જ નુકશાનકારક છે. હુક્કો પીવો એ આજકાલની યંગ જનરેશનમાં ઘણી કોમન (સામાન્ય) વાત છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, હુક્કામાં વપરાતા હશિશમાં પણ એ જ હાનિકારક વસ્તુઓ હોય છે જે સિગરેટ કે તંબાકુમાં હોય છે. શોધકર્તાઓનું કહેવું છે કે હુક્કા પીનારા લોકોના ધમનીઓ સખત થવા લાગે છે જેનાથી હૃદયને લગતી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.
એક્સપર્ટ લોકોનું કહેવું છે કે હુક્કામાં વપરાતાં તંબાકુના શીશામાં પણ એ જ કાર્સિનોજેનિક હોય છે જે સિગરેટના તંબાકુમાં હોય છે. યૂસીએલના શોધકર્તાઓનું કહેવું છે કે, હુક્કા પીનારા લોકોને નાની ઉમરમાં જ હૃદયની બીમારી થવાની એટલી જ સંભાવના છે જેટલી ધુમ્રપાન કરવાવાળા લોકોમાં હોય છે.

હુક્કો એ કિશોર અને યુવા વર્ગમાં ઘણો લોકપ્રિય બન્યો છે. બ્રિટીશ મેડીકલ જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હુક્કામાં વાપરવામાં આવતા તંબાકુમાં ફળ અને કેન્ડી જેવા ઘણા ફ્લેવર હોય છે. પ્રમુખ શોધકર્તા મૈરી રેજાક હાનાનું કહેવું છે કે આ કારણોસર જ હુક્કો યુવાનોમાં લોકપ્રિય બન્યો છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે હશિશમાં પણ સિગરેટની જેમ તંબાકુની માત્રા હોય છે. આ ઉપરાંત નિકોટીન પણ રહેલું હોય છે અને એનાં ધુમાડામાં પણ સિગરેટની જેમ કાર્બન મોનોક્સાઈડ હોય છે.

