Not Set/ રેન્કર્સ બનવાની ઘેલછામાં પ્રતિવર્ષ સોથી વધુ વિદ્યાર્થીઓ કરે છે આત્મહત્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018 ધોરણ 12 નાં ‘બી’ ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ તેમજ ગુજસેટની પરીક્ષાનું પરિણામ કાલ 10 મેં ના રોજ જાહેર થવાનું છે. એવામાં આપને એક ચોકાવનારી બાબતથી અવગત કરી દઈએ કે વાલીઓની અપેક્ષા મુજબ ધાર્યું પરિણામ ન મળવાના દરના કારણે ગત પાંચ વર્ષોમાં પ્રતિવર્ષ સરેરાશ 120 જેટલા વિદ્યાર્થીઓ માનસિક […]

Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
Result રેન્કર્સ બનવાની ઘેલછામાં પ્રતિવર્ષ સોથી વધુ વિદ્યાર્થીઓ કરે છે આત્મહત્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018 ધોરણ 12 નાં ‘બી’ ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ તેમજ ગુજસેટની પરીક્ષાનું પરિણામ કાલ 10 મેં ના રોજ જાહેર થવાનું છે. એવામાં આપને એક ચોકાવનારી બાબતથી અવગત કરી દઈએ કે વાલીઓની અપેક્ષા મુજબ ધાર્યું પરિણામ ન મળવાના દરના કારણે ગત પાંચ વર્ષોમાં પ્રતિવર્ષ સરેરાશ 120 જેટલા વિદ્યાર્થીઓ માનસિક દબાવના કારણે આત્મહત્યા કરી લે છે.

વિદ્યાર્થીઓના લાંબા ગાળાના વેકેશન બાદ આવતી 11 જુનથી નવું શૈક્ષણિક સત્ર શરુ થવા જઈ રહ્યું છે. આ પહેલા 12 સાયન્સ અને ગુજસેટનું પરિણામ જાહેર થવાનું છે. પરિણામ આવાની સાથે જ માતા-પિતા પોતાના બાળકો પ્રત્યેન્બા સપનાઓ લઈને તેમને ડોક્ટર, એન્જિનયર બનાવવા માટે તાલાવેલી શરુ કરી દેતા હોય છે અને જ્યાં સુધી તેમને સારી કોલેજમાં એડમીશન નથી મળતું ત્યાં સુધી દોડધામ કરે છે.

પરંતુ આપને જણાવી દઈએ કે, ગુજરાત જીલ્લામાં છેલ્લા પંચ વર્ષમાં 700 જેટલા વિદ્યાર્થીઓ આપઘાત કરી ચુક્યા છે.  વર્ષ 2015 ની વાત કરીએ તો 151, 2014 માં 105, 2013 માં 117, 2012 માં 137 તેમજ 2011 નાને 2010 માં 100-100 જેટલા વિદ્યાર્થીઓના આત્મ્હત્યા કરવાના કેસ થઇ ચુક્યા છે.

  • માતા-પિતાની આશાઓ:-

જયારે વાત બોર્ડ ધોરણના વિદ્યાર્થીઓની કરવામાં આવે ત્યારે તેમના માતા-પિતા પોતાના બાળકો પર વધારે માર્ક લઇ અને પ્રથમ આવવાનું દબાણ કરતા હોય છે. આમ કરવાથી બાળક વધારે માર્ક લેવાની આશા તો રાખે છે પરંતુ જયારે ખબ મહેનત બાદ પણ તેમને સારા માર્ક્સ નથી આવતા ત્યારે તેઓ માતા-પિતાની આશાઓ નીચે દબાઈ માનસિક રીતે ડીસ્ટર્બ તી જતા હોય છે. આ પરિસ્થિતિમાં ખરા-ખોટાની જાણ ના હોવાના કારણે ક્યારેક આત્મહત્યા જેવા પગલાઓ પણ લઇ લેતા હોય છે.

  • બાળકોની માનસિકતા:-

આપને જણાવી દઈએ કે જયારે તમારા બાળકના પરિણામ આવવાનો ગાળો આવે છે ત્યારે તમારે તેમની સાથે ખુબ ધ્યાન રાખીને વર્તન કરવું જોઈએ. કારણ કે આ સમય તેમના માટે ખુબ તણાવનો સમય હોય છે. તેમને સહરાની જરૂર હોય છે નહિ કે વધારે માર્ક્સ લાવવાની અપેક્ષાઓની. વેકેશનના ફ્રી સમયમાં પણ બાળકોને માતા પિતા આગળ ભણવા માટે ટ્યુશનમાં મોકલી ડેટા હૂય છે જેથી તેમની માનસિક પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે, માટે બને એટલું આવું કરવું ટાળવું જોઈએ. પરિણામોના સમયમાં માનસિક ટેન્શનમાં બાળકો ક્યાય બહાર ફરવા પણ જઈ  શકતા નથી કારણ કે તેમને પરિણામોની ચિંતા સતાવતી હોય છે. માતા-પિતાના પ્રેશરના કારણે તેઓના કોમળ મન ભયભીત થઇ જતા હોય છે.

હંમેશા યાદ રાખવું જોઈએ કે આ જનરેશન તમારા જનરેશનથી અલગ છે. તેમણે શિક્ષકોની એવી માર નથી જોઈ જેવી માર તમે નિશાળે જતા હસતા-હસતા સહન લેતા હતા. આથી પરિણામોના સમયમાં અમુક બાબતોનું માતા-પિતા તરીકે આપને ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધારે માર્કસની અપેક્ષાઓ અને અગ્રીમ આપવાની અપેક્ષાઓ ત્યારે જ રાખી શકાય છે જયારે આપણી પાસે હોય છે, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે પોતાની અપેક્ષાઓના કારણે બાળક કોઈ એવું પગલું ના ભરીલે જેથી તમારે પછતાવવું પડે.