Not Set/ અમદાવાદમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 25 ઝાડ, હોર્ડિંગ ધરાશાય , કોઈ જાનહાની નહિ

અમદાવાદમાં ગઈ કાલે મોડી સાંજે વાવાઝોડાની મહંદઅંશે અસર જોવા મળી હતી. શહેરમાં સાંજના સમયે એકાએક તેજ પવનો ફૂંકાતા જુદી જુદી જગ્યાએ 25 જેટલા ઝાડ પડી ગયા હતા. શહેરમાં ભારે પવનો ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. અનેક જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા. સાથે જ કોરોના કોવીડ સેન્ટરનું ડોમ પણ ઉડી […]

Top Stories Ahmedabad Gujarat
IMG 20210516 WA0040 e1621256379908 અમદાવાદમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 25 ઝાડ, હોર્ડિંગ ધરાશાય , કોઈ જાનહાની નહિ

અમદાવાદમાં ગઈ કાલે મોડી સાંજે વાવાઝોડાની મહંદઅંશે અસર જોવા મળી હતી. શહેરમાં સાંજના સમયે એકાએક તેજ પવનો ફૂંકાતા જુદી જુદી જગ્યાએ 25 જેટલા ઝાડ પડી ગયા હતા. શહેરમાં ભારે પવનો ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. અનેક જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા. સાથે જ કોરોના કોવીડ સેન્ટરનું ડોમ પણ ઉડી જવાના બનાવો સામે આવ્યા હતા.

IMG 20210516 WA0041 e1621256412749 અમદાવાદમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 25 ઝાડ, હોર્ડિંગ ધરાશાય , કોઈ જાનહાની નહિ

અમદાવાદમાં આગામી 18મી મેના રોજ વાવાઝોડાની વધારે અસર દેખાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી અમદાવાદમાં મોટી જાનહાની ન થાય તે માટે પ્રશાશન દ્વારા પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે.

Untitled 186 અમદાવાદમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 25 ઝાડ, હોર્ડિંગ ધરાશાય , કોઈ જાનહાની નહિ

વાવાઝોડાની અસર દરમિયાન વીજપુરવઠો જો ખોરવાઈ જાય ત્યારે જનરેટર વડે કામગીરી હાથ ધરવા માટે હોસ્પ્ટિલમાં પૂરતી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.