નિધન/ હુર્રિયત નેતા સૈયદ અલી ગિલાનીનું 92 વર્ષની વયે અવસાન

ગિલાનીએ શ્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

Top Stories
11 હુર્રિયત નેતા સૈયદ અલી ગિલાનીનું 92 વર્ષની વયે અવસાન

હુર્રિયત કોન્ફરન્સ (જી) ના પૂર્વ પ્રમુખ અને અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું 92 વર્ષની વયે નિધન થયું. તેમણે બુધવારે રાત્રે 10:30 વાગ્યે શ્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમને  શ્વાસ લેવામાં તકલીફ હતી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું, “ગિલાની સાહેબના નિધનના સમાચારથી દુઃખી છું. અમે મોટાભાગની બાબતો પર સહમત ન થઈ શક્યા પણ તેઓ દ્રઢતા અને વિશ્વાસ સાથે સદાય અડગ રહ્યા છે તે માટે હું  તેમનો આદર કરું છું. અલ્લાહ તેમને જન્નત આપે અને તેમના પરિવાર અને શુભેચ્છકો માટે સાંત્વના આપે. “

ગિલાની લાંબા સમયથી બીમાર હતા અને 2008 થી તેમના હૈદરપોરાના ઘરે નજરકેદ હતા. ગયા વર્ષે, તેમણે હુર્રિયત કોન્ફરન્સ (જી) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર 1929 ના રોજ થયો હતો. તેઓ જમ્મુ -કાશ્મીરના અલગતાવાદી નેતા હતા. તે અગાઉ જમાત-એ-ઇસ્લામી કાશ્મીરના સભ્ય હતા પરંતુ બાદમાં તહરીક-એ-હુર્રિયતની સ્થાપના કરી હતી. તેમણે ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (એપીએસસી) ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી, જે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી પક્ષોના જૂથ છે. તેઓ 1972, 1977 અને 1987 માં જમ્મુ -કાશ્મીરના સોપોર મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેમણે જૂન 2020 માં હુર્રિયત કોન્ફરન્સના વડા તરીકે રાજીનામું આપ્યું હતું.

આ સમય દરમિયાન, પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર રેન્જ) વિજય કુમારે ઘાટીમાં પ્રતિબંધ લાદવાની માહિતી આપી. સાથે જ કહ્યું કે ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.