Not Set/ ઉન્નાવ ગેંગરેપ પીડિતાની સ્થિતિ નાજુક, એર લીફટ કરી દિલ્હીની હોસ્પીટલમાં ખસેડાય

ઉન્નાવ ગેંગરેપ પીડિતાને ગુરુવારે મોડી સાંજે લખનૌથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એરપોર્ટથી સફદરજંગ હોસ્પિટલ સુધીનો ગ્રીન કોરિડોર 18 મિનિટમાં પૂર્ણ કરી એમ્બ્યુલન્સને હોસ્પીટલ પહોચાડવામાં આવી હતી. હોવાનીયતની તમામ મર્યાદાને વટાવી આરોપીએ પીડિતાને જ્વલનશીલ પદાર્થનો છંટકાવ કર્યા પછી તેને આગ ચાંપી દીધી હતી, જેમાં તેણી 90 ટકા દાઝી ગઈ હતી. આગનો ભોગ બનનાર પીડિતા […]

Top Stories India
pjimage 7 ઉન્નાવ ગેંગરેપ પીડિતાની સ્થિતિ નાજુક, એર લીફટ કરી દિલ્હીની હોસ્પીટલમાં ખસેડાય

ઉન્નાવ ગેંગરેપ પીડિતાને ગુરુવારે મોડી સાંજે લખનૌથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એરપોર્ટથી સફદરજંગ હોસ્પિટલ સુધીનો ગ્રીન કોરિડોર 18 મિનિટમાં પૂર્ણ કરી એમ્બ્યુલન્સને હોસ્પીટલ પહોચાડવામાં આવી હતી. હોવાનીયતની તમામ મર્યાદાને વટાવી આરોપીએ પીડિતાને જ્વલનશીલ પદાર્થનો છંટકાવ કર્યા પછી તેને આગ ચાંપી દીધી હતી, જેમાં તેણી 90 ટકા દાઝી ગઈ હતી. આગનો ભોગ બનનાર પીડિતા લગભગ અડધો કિલોમીટર દોડી ગઇ હતી અને 100 નંબર ડાયલ કરીને પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.

પોલીસ દ્વારા પીડિતાનાં સ્થાનિક હોસ્પીટલ અને ત્યાંથી લખનઉની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ તેમની સ્થિતિ સુધરતી ન હતી. જે બાદ હોસ્પિટલના ડોકટરોએ તેને વધુ સારી સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોકલવાનું નક્કી કર્યું હતું. આ પછી, ગેંગરેપ પીડિતાને સાંજે લખનૌમાંથી ગ્રીન કોરિડોર બનાવીને સિવિલ હોસ્પિટલથી લખનૌ એરપોર્ટ લાવવામાં આવી હતી. અહીંથી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી એરપોર્ટ લાવવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, ગેંગ રેપ પીડિતા ગુરુવારે વહેલી સવારે ઉન્નાવમાં તેના કેસની સુનાવણીની તારીખે રાયબરેલીની ટ્રેન પકડવા જઇ રહી હતી. ત્યારે જ, ગેંગરેપના બે આરોપીએ તેમના ત્રણ મિત્રો સાથે મળીને પીડિતા પર હુમલો કર્યો. તેણે પીડિતાને પહેલા લાકડીઓ, થાંભલાઓ અને છરીઓથી હુમલો કર્યો અને ત્યારબાદ કેરોસીન તેલ નાંખીને આગ લગાવી દીધી હતી. પીડિતાએ બૂમાબૂમ કરી અને બૂમાબૂમ કર્યા બાદ તમામ આરોપીઓ સ્થળ ઉપરથી નાસી છુટયા હતા. લખનૌની સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ડી.એસ. નેગીએ જણાવ્યું હતું કે પીડિતા 90 ટકા સળગી ગઈ હતી.  

ઘટનાની તુરંત બાદ પોલીસે પીડિતાના નિવેદનના આધારે પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં શિવમ ત્રિવેદી અને શુભમ ત્રિવેદી મુખ્ય આરોપી છે જેમનું અપહરણ કરીને ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંને આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે મુખ્ય આરોપીઓને મદદ કરનાર ઉમેશ બાજપાઈ, હરીશંકર ત્રિવેદી અને રામ કિશોર ત્રિવેદીની પણ ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.